<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

પીએમ મોદીના આગમન પહેલા ઓસ્ટ્રિયામાંમોદી-મોદીના નારા ગૂંજ્યા:ચાન્સેલર અને રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત

ઓસ્ટ્રિયામાં ભારતીય ડાયસ્પોરાના યુવા સભ્યો પીએમ મોદીનું સ્વાગત કરવા વિયેના પહોંચ્યા:કબીર મિત્તલ નામના બાળકે પીએમ મોદીને આવકારવા માટે કવિતા સંભળાવી

નવી દિલ્હી :વડાપ્રધાન મોદી રશિયા બાદ ઓસ્ટ્રિયા જવા રવાના થયા છે. તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન પીએમ મોદી ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહમર અને રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર વાન ડેર બેલન સાથે મુલાકાત કરશે. મોદી ચાર દાયકા બાદ ઓસ્ટ્રિયાની મુલાકાત લેનારા પ્રથમ વડાપ્રધાન છે.

આ પહેલા ઈન્દિરા ગાંધીએ 1983માં વડાપ્રધાન તરીકે છેલ્લી વખત ઓસ્ટ્રિયાની મુલાકાત લીધી હતી. બીજી તરફ, ઓસ્ટ્રિયામાં ભારતીય ડાયસ્પોરાના યુવા સભ્યો વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા વિયેના પહોંચ્યા હતા. કબીર મિત્તલ નામના બાળકે પીએમ મોદીને આવકારવા માટે કવિતા સંભળાવી.

વિનીત ભારદ્વાજે કહ્યું કે આ ખૂબ જ સારું લાગે છે કે 40 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન અહીં આવી રહ્યા છે. અમને આશા છે કે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. હું 3-4 દેશોમાં રહ્યો છું. અહીંના NRIs સાથે હું જે જોડાણ અનુભવું છું તે અલગ સ્તરનું છે.

(9:23 AM IST)