<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

બાંદરા-કુર્લા કોમ્‍પ્‍લેક્‍સની ફાઇવસ્‍ટાર હોટેલમાં એક દિવસનું ભાડું એક લાખ રૂપિયા

અંબાણી વેડિંગ ઇફેક્‍ટ્‍સ : આ લગ્નનું આયોજન બાંદરા-કુર્લા કોમ્‍પ્‍લેક્‍સમાં આવેલા જિયો વર્લ્‍ડ કન્‍વેન્‍શન સેન્‍ટરમાં ૧૨થી ૧૪ જુલાઈ દરમ્‍યાન કરવામાં આવ્‍યું છે

મુંબઇ,તા. ૧૦: મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટનાં લગ્નને કારણે હોટેલના ભાવ વધી ગયા છે. આ લગ્નનું આયોજન બાંદરા-કુર્લા કોમ્‍પ્‍લેક્‍સમાં આવેલા જિયો વર્લ્‍ડ કન્‍વેન્‍શન સેન્‍ટરમાં ૧૨થી ૧૪ જુલાઈ દરમ્‍યાન કરવામાં આવ્‍યું છે. આ લગ્નને કારણે એની આસપાસની તમામ ફાઇવસ્‍ટાર હોટેલના ભાવ વધી ગયા છે. મોટા ભાગની ફાઇવસ્‍ટાર હોટેલની રૂમ બુક થઈ ગઈ છે. ટ્રાયડન્‍ટ અને સોફિટેલ જેવી હોટેલની બધી રૂમ બુક થઈ ગઈ છે. એક હોટેલમાં જે રૂમનું ભાડું ૧૩,૦૦૦ હતું એનું હાલમાં ૯૧,૩૫૦ રૂપિયા થઈ ગયું છે. આ ડિમાન્‍ડ ફક્‍ત ત્રણ દિવસ પૂરતી છે. આ લગ્નને કારણે મુંબઈ પોલીસ વેન્‍યુની આસપાસના રોડ બંધ કર્યા હોવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રકારની ઇવેન્‍ટને કારણે ફક્‍ત હોટેલ જ નહીં, ફલાઇટના ભાવ પણ વધી ગયા છે. બાંદરા-કુર્લા કોમ્‍પ્‍લેક્‍સની હોટેલના ભાવને કારણે એની આસપાસની અન્‍ય ફાઇવસ્‍ટાર હોટેલના ભાવમાં પણ ઘણો વધારો થયો છે.

(9:49 AM IST)