<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

પતિ-પત્‍નીનું અલગ રહેવું એકમાત્ર છૂટાછેડાનો આધાર નથી

અલ્‍હાબાદ હાઇકોર્ટનો મોટો ચુકાદો : વૈવાહિક જીવનમાં સમસ્‍યાઓ પછી પણ પતિ-પત્‍ની વચ્‍ચેનો સંબંધ અકબંધ રહી શકે છે

પ્રયાગરાજ તા. ૧૦ : અલ્‍હાબાદ હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્‍યો છે. કોર્ટે કહ્યું કે વૈવાહિક જીવનમાં સમસ્‍યાઓ પછી પણ પતિ-પત્‍ની વચ્‍ચેનો સંબંધ ચાલુ રહી શકે છે. પતિ-પત્‍ની વચ્‍ચેના છૂટાછેડાનો સમયગાળો લગ્નજીવનના સંપૂર્ણ ભંગાણ માટેનું કારણ ગણી શકાય નહીં અને છૂટાછેડા આપી શકાય નહીં.

હાઈકોર્ટે કહ્યું છે કે લાંબા સમય સુધી પતિ-પત્‍નીનું અલગ રહેવું એ છૂટાછેડાનું એકમાત્ર કારણ બની શકે નહીં. કોર્ટે કહ્યું કે છૂટાછેડા માટે સ્‍વૈચ્‍છિક ત્‍યાગની સાથે અન્‍ય સંજોગોને પણ ધ્‍યાનમાં લેવા જોઈએ.

વૈવાહિક જીવનમાં સમસ્‍યાઓ પછી પણ પતિ-પત્‍ની વચ્‍ચેનો સંબંધ અકબંધ રહી શકે છે. જસ્‍ટિસ સૌમિત્ર દયાલ સિંહ અને જસ્‍ટિસ ડી રમેશની બેન્‍ચે મહેન્‍દ્ર કુમાર સિંહની અપીલને ફગાવી દેતા આ આદેશ આપ્‍યો હતો.

વારાણસીના રહેવાસી મહેન્‍દ્ર કુમાર સિંહના લગ્ન ૧૯૯૯માં થયા હતા. લગ્નથી તેને બે સંતાનો હતા. પતિ-પત્‍ની શરૂઆતમાં પતિના માતા-પિતા સાથે વારાણસીમાં રહેતા હતા. દરમિયાન અરજદારના પિતાનું અવસાન થતાં તેને મિરઝાપુરમાં રહેમરાહે નિમણૂક મળી હતી અને ત્‍યાં ગયા હતા. તે જ સમયે, તેની પત્‍ની અંતિમ ક્ષણ સુધી અરજદારની માતા સાથે રહી હતી. માતાએ તેની તરફેણમાં વસિયતનામું કર્યું હતું. આ સમય દરમિયાન, અરજદારે, તેની પત્‍ની વતી, તેની સામે ક્રૂરતાનો આરોપ મૂક્‍યો અને છૂટાછેડાની અરજી દાખલ કરી, જેને મુખ્‍ય ન્‍યાયાધીશ, ફેમિલી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી. આ આદેશને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્‍યો હતો

(12:22 PM IST)