News of Wednesday, 10th July 2024
તાલીબાને મહિલા એથલેટોને ઓલંપિકમાં રમવાની કરી મનાઇ
આઇઓસીએ તાલીબાન અધિકારીઓના પેરીસ આવવા પર મૂકયો પ્રતિબંધ

કાબુલ તા. ૧૦: આ વર્ષે ર૬ જુલાઇથી શરૂ થનાર પેરીસ ઓલંપિક રમતોમાં ભાગ લેવા ાટે તાલીબાન સરકારે ત્રણ પુરૂષ એથલેટોને પરવાનગી આપી દીધી છે. જો કે તાલીબાનોએ મહિલા એથલેટો પરનો પ્રતિબંધ ચાલુ રાખ્યો છે. પણ અફઘાન રાષ્ટ્રીય ઓલંપિક કમિટી (એનઓસી) એ મહિલા એથલેટોને સાથ આપ્યો છે.
એનઓસીએ કહ્યું કે, ઓલંપિકમાં ત્રણ નહીં છ એથલેટો ભાગ લેશે. તેમાં ત્રણ મહિલા ખેલાડીઓ હશે. આ એ મહિલા ખેલાડીઓ છે જેઓ અફઘાનિસ્તાન છોડીને અન્ય દેશોમાં રહી છે. ર૦ર૧માં અમેરિકન સેના પાછી ગયા પછીથી અફઘાનિસ્તાનમાં તાલીબાન સરકાર છે.
તાલીબાન સરકાર આવ્યા પછીથી મહિલા એથલેટોની હાલત ખરાબ છે. તાલીબાન સ્પોર્ટસ ડાયરેકટરેટના પ્રવકતાએ કહ્યું કે અહીં બધી રમતોમાં છોકરીઓના રમવા પર પ્રતિબંધ છે. છોકરીઓ જયારે રમે જ નથી શકતી તો તેઓ ઓલંપિકમાં કેવી રીતે જશે.
અફઘાન રાષ્ટ્રીય ઓલંપિક કમિટી (એનઓસી) તાલીબાન શાસન પછીથીસ કોઇ અન્ે દેશમાંથી પોતાનું કામ કરી રહી છે. એનઓસી સતત અફઘાન ખેલાડીઓની મદદ કરી રહી છે. તો, આંતરરાષ્ટ્રીય ઓલંપિક કમિટી (આઇઓસી) એ પણ સ્પષ્ટ કહી દીધું છે કે તે માત્ર એનઓસીને અફઘાન એથલેટોના પ્રતિધિીત્વ માટે માન્ય ગણે છે. આ ઉપરાંત, આઇઓસીએ કહ્યું છે કે તે તાલીબાન સ્પોર્ટસ અને અન્ય અધિકારીઓને પેરિસ ઓલંપિકમાં ભાગ લેવાની પરવાનગી પણ નથી આપતી.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
