<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

ભારત ટેલિકોમ સેકટરમાં બની રહ્યું છે આત્‍મનિર્ભરઃ મોબાઇલ ફોનના આયાતકારથી દેશ નિકાસકાર બન્‍યો

ટેલિકોમ સેકટરમાં વેપાર ખાધ ૬૮,૦૦૦ કરોડ રૂપિયાથી ઘટીને ૪,૦૦૦ કરોડ રૂપિયા થઇ ગઇઃ ૩૪૦૦ કરોડનું રોકાણ આવ્‍યું

નવી દિલ્‍હી તા. ૧૧: પ્રોડકશન લિન્‍કડ ઇન્‍સેટિવ (PLI) સ્‍કીમ અને મેક ઇન ઇન્‍ડિયાના આધારે, દેશ ટેલિકોમ્‍યુનિકેશન અને નેટવર્કિંગ પ્રોડકટ્‍સના ક્ષેત્રમાં વડાપ્રધાન મોદીના ‘આત્‍મનિર્ભર ભારત'ના સ્‍વપ્‍નને સાકાર કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે. PLI સ્‍કીમની મદદથી દેશમાં ટેલિકોમ સાધનોનું ઉત્‍પાદન વેચાણ ત્રણ વર્ષમાં રૂ. પ૦,૦૦૦ કરોડના સર્વોચ્‍ચ સ્‍તરને પાર કરી ગયું છે. કેન્‍દ્ર સરકારે કહ્યું કે, આ દેશ માટે એક મોટી ઉપલબ્‍ધિ છે. આ વેચાણમાં આશરે રૂ. ૧૦,પ૦૦     કરોડની   નિકાસ પણ સામેલ છે.

PLI યોજનાની મદદથી ટેલિકોમ સેકટરે ત્રણ વર્ષના આ સમયગાળામાં રૂ. ૩૪૦૦ કરોડનું રોકાણ આકર્ષ્‍યું છે અને ૧૭,૮૦૦થી વધુ લોકોને પ્રત્‍યક્ષ અને પરોક્ષ રોજગારી પૂરી પાડી છે. સરકારે જણાવ્‍યું હતું કે, આત્‍મનિર્ભર ભારતના વિઝનને અનુરૂપ, ટેલિકોમ્‍યુનિકેશન અને નેટવર્કિંગ ઉત્‍પાદનો અને ઇલેકટ્રોનિકસના મોટા પાયે ઉત્‍પાદન માટેની PLI યોજનાએ દેશમાં ઉત્‍પાદન, રોજગાર સર્જન, આર્થિક વૃદ્ધિ અને નિકાસમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

PLI સ્‍કીમ સિવાય, સરકારના અન્‍ય પ્રયાસોએ ટેલિકોમ આયાત અને નિકાસ વચ્‍ચેના તફાવતને નોંધપાત્ર રીતે ઘટાડયો છે. ટેલિકોમ સાધનો અને મોબાઇલ સહિત, ર૦ર૩-ર૪ માં ૧.૪૯ લાખ કરોડ રૂપિયાના ઉત્‍પાદનોની નિકાસ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન આયાત રૂ. ૧.પ૩ લાખ કરોડથી વધુ રહી હતી.

PLI યોજનાએ આયાતી ટેલિકોમ સાધનો પર ભારતની નિર્ભરતા લગભગ ૬૦ ટકા ઘટાડી છે. આ કારણે દેશ કેટલીક પ્રોડકટ્‍સમાં લગભગ આત્‍મનિર્ભર બની ગયો છે. ભારતીય ઉત્‍પાદકો હવે વૈશ્‍વિક સ્‍તરે સ્‍પર્ધા કરી રહ્યા છે. આ જ કારણ છે કે છેલ્લા પાંચ વર્ષમાં ટેલિકોમ સેકટર (ટેલિકોમ સાધનો અને મોબાઇલ) માં વેપાર ખાધ ૬૮,૦૦૦ કરોડ રૂપિયાથી ઘટીને ૪,૦૦૦ કરોડ રૂપિયા ગઇ છે.

ઇલેકટ્રોનિક સેકટરમાં PLI સ્‍કીમની મદદથી દેશમાં મોબાઇલ ફોનના ઉત્‍પાદન અને નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારત હવે મોબાઇલ ફોનના આયાતકારમાંથી નિકાસકાર બની ગયું છે. ર૦૧૪-૧પ માં દેશમાં માત્ર પ.૮ કરોડ મોબાઇલ ફોનનું ઉત્‍પાદન થયું હતું અને ર૧ કરોડ યુનિટની આયાત કરવામાં આવી હતી. ર૦ર૩-ર૪માં દેશમાં મોબાઇલ ફોનનું ઉત્‍પાદન વધીને ૩૩ કરોડના સ્‍તરે પહોંચી જશે. આ સમયગાળા દરમિયાન પ કરોડ મોબાઇલ ફોનની નિકાસ પણ કરવામાં આવી હતી. મૂલ્‍યની દ્રષ્‍ટિએ ભારત, જેણે ર૦૧૪-૧પમાં રૂ. ૧,પપ૬ કરોડ અને ર૦૧૭-૧૮માં રૂ. ૧,૩૬૭ કરોડના મોબાઇલ ફોનની નિકાસ કરી હતી, તે ર૦ર૩-ર૪માં વિવિધ દેશોને રૂ. ૧,ર૮,૯૮ર કરોડના મોબાઇલ ફોનનું વેચાણ કરે તેવી ધારણા છે.

(3:03 PM IST)