<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

ભારતને આર્થિક મહાસત્તા બનાવવામાં ઉર્જા મુખ્‍ય ભૂમિકા ભજવશે : આ ક્ષેત્રે રોકાણ ફાયદેમંદ નીવડશે

વિશ્‍વની ઉર્જા પરની નિર્ભરતા અનેકગણી વધી છે : ગડોયા

નવી દિલ્‍હી, તા.૧૧: તાજેતરના દાયકાઓમા વિશ્વની ઉર્જા પરની નિર્ભરતા અનેકગણી વધી છે કેમ કે ઉર્જાનો આધુનિક ઇલેક્‍ટ્રોનીક ડિવાઇસીસ અને એપ્‍લાયંસીસ જેમ કે લેપ્‍ટોપ્‍સ, મોબાઇલ ફોન્‍સ, ઇન્‍ડક્‍શન સ્‍ટવ્‍સ, માઇક્રોવેવ, એર કન્‍ડીશનર્સ અને ઇલેક્‍ટ્રીક કારમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ નિર્ભરતા વિવિધ ઉદ્યોગો, સંદેશાવહનના નેટવર્ક અને વાહનવ્‍યવહાર સિસ્‍ટમ સુધી લંબાય છે, જે દૈનિક પ્રવળત્તિઓમાં ઉર્જાની નિર્ણાયક ભૂમિકા પર ભાર મુકે છે. ઉર્જા ખાધ અનેક ક્ષેત્રોમાં અંતરાયનું કારણ બને છે, તેથી ઉત્‍પાદકતા, સંદેશાવ્‍યવહાર અને આર્થિક સ્‍થિરતા પર માઠી અસર પડે છે.

ભારત ૧.૪ અબજ લોકોનું ઘર છે, ત્‍યારે મહત્ત્વાંકાક્ષી વળદ્ધિ લક્ષ્યાંકો સાથે જે તે વ્‍યક્‍તિએ જો તેણે આર્થિક સમળદ્ધિ -ાપ્ત કરવી હોય તોમહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકો સાથે પોતાના ઉર્જા ભવિષ્‍યને સુરક્ષિચત કરવું આવશ્‍યક છે. તેમ અમીતભાઇ ગડોયા, હીત ઇન્‍વેસ્‍ટમેન્‍ટ દ્વારા જણાવાયું છે

છેલ્લા બે દાયકા ઉપરાંત, ભારતનો પ્રાથમિક ઉર્જા વપરાશ બમણા કરતા વધુ થયો છે, જે તેને વિશ્વમાં અમેરિકા, ચીન અને યુરિપિયન સંઘ પછી ચતુર્થ સૌથી મોટો વપરાશકર્તા બનાવે છે. તેમ છતાં પણ, ભારતનો માથાદીઠ વપરાશ વૈશ્વિક સરેરાશના એક તળતીયાંશ જેટલો રહ્યો છે. ભારત જ્‍યારે વિશ્વનું ત્રીજુ સૌથી મોટુ અર્થતંત્ર બનવા જઇ રહ્યુ છે ત્‍યારે તેની માથાદીઠ ઉર્જા વપરાશ વધવા માટે સજ્જ છે, જે ઉર્જા ક્ષેત્રે આકર્ષક રોકાણ તકો પૂરી પાડે છે.

ભારતનું કળષિપ્રધાનમાંથી સેવાઓ આધારિત અર્થતંત્ર તરફ પરિવર્તન અને તેને વૈશ્વિક ઉત્‍પાદન હબ બનાવવા પર વર્તમાન ભાર સાથે વીજળીની માંગ અને ઉર્જા ક્ષેત્રની વળદ્ધિમાં વધારો જોવાશે. માથાદીઠ આવકમાં વધારાની સાથે વીજળીનો ઊંચો પ્રવેશ ઊર્જા વપરાશમાં વધારો તરફ દોરી જશે. ખાસ કરીને ભારત જેવા ગરમ ઉષ્‍ણકટિબંધીય દેશોમાં, આબોહવા પરિવર્તન વીજળીની માંગને અસર કરશે. વધુમાં ૨૦૭૦ સુધીમાં કાર્બન ઉત્‍સર્જનમાં ‘નેટ ઝીરો' હાંસલ કરવાનો ભારતનો લક્ષ્યાં ક પુનઃપ્રાપ્‍ય ઉર્જાની માંગને આગળ ધકેલશે. છેલ્લે, ઉર્જા ક્ષેત્રે ખાસ કરીને ઓઇલ અને ગેસમાં સરકારના સુધારા પાવર અને રિન્‍યુએબલ આ ક્ષેત્રને આગળ ધપાવશે.

ઊર્જા ક્ષેત્રનો વિકાસ એ લાંબા ગાળાની, આશાવાદી વળદ્ધિની વાર્તા છે. ભારતને તેની આર્થિક મહત્‍વાકાંક્ષાઓ સુધી પહોંચવામાં મદદ કરવામાં ઊર્જા ઉતપ્રેરક તરીકે મુખ્‍ય ભૂમિકા ભજવશે.

એનર્જી ઇન્‍વેસ્‍ટમેન્‍ટ થીમમાં રસ ધરાવતા લોકો માટે, મ્‍યુચ્‍યુઅલ ફંડ રૂટ એક સક્ષમ વિકલ્‍પ છે. ICICI પ્રુડેન્‍શિયલ મ્‍યુચ્‍યુઅલ ફંડ હાલમાં ઉર્જા ક્ષેત્ર પર ધ્‍યાન કેન્‍દ્રિત કરતી નવી ફંડ ઓફર (એનએફઓ) ધરાવે છે, જે ૧૬ જુલાઈ, ૨૦૨૪ના રોજ બંધ થાય છે.

(3:45 PM IST)