તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૯ રવિવાર
News of Thursday, 11th July 2024
આંધ્ર પ્રદેશમાં ૮ વર્ષની બાળકી પર શાળાના વિદ્યાર્થીઓએ કર્યું દુષ્કર્મ
પૂછપરછમાં સગીરોએ કબૂલ્યો ગુનોઃમાસુમ બાળકીની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી

અમરાવતી, તા.૧૧
આંધ્રપ્રદેશમાં ત્રીજા ધોરણમાં ભણતી બાળકીના રેપ અને મર્ડરની ઘાતક ઘટના બની છે. રેપ અને મર્ડરના આરોપીઓ સગીર છે અને તેની જ સ્કૂલમાં ભણે છે. એક ભયાનક ઘટનામાં, આંધ્રપ્રદેશના નંદ્યાલ જિલ્લાના પગીદ્યાલા મંડલના મુચુમરી ગામમાં રવિવારે ત્રીજા ધોરણમાં ભણતી ૮ વર્ષની બાળકી પર તેની સ્કૂલમાં ભણતાં ૧૪ વર્ષના ત્રણ છોકરાએ રેપ કરીને હત્યા કરી નાખી હતી તથા લાશ કેનાલમાં ફેંકી હતી.
પોલીસ દ્વારા આરોપીની ધરપકડ બાદ બુધવારે આ ઘટનાનો પર્દાફાશ થયો હતો. પીડિતા રવિવારે તેના મિત્રો સાથે ઓલ્ડ મુચુમુરી સ્થિત ઘરેથી સ્થાનિક પાર્કમાં રમવા ગઈ હતી. સાંજે તે ઘરે પરત ન આવતાં તેના ચિંતિત માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
કેસ નોંધ્યા બાદ પોલીસે તાત્કાલિક બાળકીની શોધખોળ શરૃ કરી હતી. તેઓએ અનેક સ્થળોએ દરોડા પાડ્યા અને શોધ મિશનમાં મદદ કરવા માટે ડોગ સ્ક્વોડનો ઉપયોગ કર્યો. કૂતરાઓએ તેમને માત્ર ગુનાના સ્થળે જ ન દોર્યા પરંતુ આરોપીઓના ઘરો પર પણ રોકાયા, સંભવિત શંકાસ્પદોને ઓળખવામાં મદદ કરી.
પ્રાથમિક પૂછપરછ બાદ પોલીસે આરોપી છોકરાઓને કસ્ટડીમાં લીધા હતા. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ જઘન્ય ગુનાની કબૂલાત કરી હતી અને પોલીસને વિગતવાર જણાવ્યું હતું કે કેવી રીતે તેઓએ ૮ વર્ષની બાળકીની હત્યા કરી અને ગુનાને છુપાવવા માટે તેણીની લાશને કેનાલમાં ફેંકી દીધી.
આરોપી છોકરાઓએ પોલીસને કહ્યું કે તેઓએ બાળકીને તેમની સાથે રમવાની લાલચ આપીને દૂરના સ્થળે લઈ ગયાં હતા અને મોં કપડાથી બાંધી દીધું હતું અને વારાફરતી રેપ કર્યો હતો બાદમાં ગુનો જાહેર થઈ જવાની બીક લાગતાં સગીરાએ તેની હત્યા કરીને લાશ કેનાલમાં ફેંકી દીધી હતી.
કેનાલમાં પાણીના તળ ઉંડા હોવાથી પોલીસ હજુ સુધી પીડિતાનો મૃતદેહ કબજે કરી શકી નથી, અને ચોમાસાના વરસાદને કારણે તે દૂર દૂર સુધી વહી ગઈ હોવાની આશંકા છે. મૃતદેહને બહાર કાઢવા માટે સર્ચ ઓપરેશનમાં પ્રયાસો ચાલુ છે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
