<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

ED અને લોકાયુક્ત દ્વારા મોટા દરોડા પાડવામાં આવ્યા

કર્ણાટકમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ બેવડી કાર્યવાહીઃEDની ટીમે ૮૯.૬૩ કરોડ રૃપિયાના ગેરકાયદે ટ્રાન્સફર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડયા

કર્ણાટક, તા.૧૧

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડ્ઢએ કર્ણાટકમાં મોટો દરોડો પાડ્યો છે. મળતી માહિતી મુજબ, ઈડ્ઢના આ દરોડા ગત બુધવારથી ચાલી રહ્યા છે જેમાં પૂર્વ ધારાસભ્ય અને મંત્રીના સ્થાનો પર પણ કાર્યવાહી ચાલી રહી છે. ઈડ્ઢએ મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં આ દરોડા પાડ્યા છે. તે જ સમયે, ખાસ વાત એ છે કે, કર્ણાટકમાં લોકાયુક્ત વિભાગ દ્વારા પણ જુદા જુદા જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.  માહિતી મુજબ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે ૮૯.૬૩ કરોડ રૃપિયાના ગેરકાયદે ટ્રાન્સફર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડ્યા છે.

હકીકતમાં, કર્ણાટક મહર્ષિ વાલ્મીકી અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ (કર્ણાટક સરકાર)ના જીમ્ ખાતા અને ર્જીંડ્ઢ ખાતામાંથી ગેરકાયદેસર રીતે ભંડોળના ટ્રાન્સફરના આરોપો બહાર આવ્યા છે. માહિતી મુજબ, લગભગ ૮૯.૬૩ કરોડ રૃપિયા ટ્રાન્સફર કરવાનો આરોપ છે. આ સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે દરોડા પાડ્યા છે.

કર્ણાટક મહર્ષિ વાલ્મિકી અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમનું ખાતું બેંગલુરુના સ્ય્ રોડ પર આવેલી યુનિયન બેંકમાં હતું. આ વર્ષે ૬ મેના રોજ એકાઉન્ટ સંબંધિત છેતરપિંડીનો ખુલાસો થયો હતો. યુનિયન બેંકની ફરિયાદ પર ઝ્રમ્ૈંએ ૩ જૂનના રોજ બેંક અધિકારીઓ અને અન્ય લોકો સામે ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો. હવે ઈડ્ઢ આ કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે.

બીજી તરફ કર્ણાટકના વિવિધ જિલ્લાઓમાં લોકાયુક્ત દ્વારા પણ  દરોડા પાડવામાં આવી રહ્યા છે.

માહિતી અનુસાર, એજન્સી સાથે નોંધાયેલા ૧૧ કેસના સંબંધમાં કર્ણાટકના માંડ્યા, કોલાર, બેલગાવી, મૈસૂર અને હસન સહિત ૯ જિલ્લાઓમાં લોકાયુક્તના દરોડા ચાલી રહ્યા છે.

(7:28 PM IST)