<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

TCSના ત્રિમાસિક પરિણામો જાહેર: ચોખ્ખો નફો 9 ટકા વધી રૂપિયા 12 હજાર કરોડને પાર થયો: ડિવિડન્ડની કરી જાહેરાત

માર્ચની તુલનામાં TCSનો ચોખ્ખો નફો 3.1 ટકા ગગડી ગયો

નવી દિલ્હી : IT સેક્ટરની દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટેન્સી સર્વિસિસ (TCS)નો વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યાં છે. TCSનો પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 9 ટકા વધીને રૂપિયા 12,040 કરોડ થયો છે. આ સાથે કંપનીએ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. અને રૂપિયા 1ની મૂળ કિંમતના શેરદીઠ રૂપિયા 10 ડિવિડન્ડની જાહેરાત કરી છે.

TCSનું સંચાલનમાંથી થતી આવક એપ્રિલ-જૂન 2024-25 દરમિયાન 5 ટકા વધીને રૂપિયા 62,613 કરોડ થયો છે, જે અગાઉના ત્રિમાસિક ગાળામાં રૂપિયા 59,381 કરોડ હતી. જોકે, માર્ચની તુલનામાં TCSનો ચોખ્ખો નફો 3.1 ટકા ગગડી ગયો છે.

આ અંગે કંપનીના વડા કૃતિવાસને કહ્યું કે મને ખુશી છે કે અમે તમામ ક્ષેત્રોમાં વૃદ્ધિ સાથે નવા નાણાકીય વર્ષની મજબૂત શરૂઆત કરી છે. ટીસીએસના ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આવક અને ચોખ્ખા નફાની બાબતમાં અપેક્ષા કરતાં સારા રહ્યા છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ખાતે TCSના શેરની કિંમત રૂપિયા 7.15 એટલે કે 0.81 ટકા ગગડીને રૂપિયા 3,902 રહ્યો છે.

(8:47 PM IST)