<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

મહારાષ્ટ્રમાં બર્થડે પાર્ટી, દારૂ, બિરયાનીનો જલસો અને ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવાની ઘેલછાએ બે વિદ્યાર્થીઓના જીવ લીધા: ત્રણ ઘાયલ

દારૂના નશામાં ઇન્સ્ટાગ્રામ માટે રીલ બનાવવાની ઘેલછામાં મહારાષ્ટ્રના નાગપુરમાં એક માર્ગ અકસ્માતમાં ૧૯-૨૦ વર્ષના બે વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે ત્રણ વિદ્યાર્થી ઘાયલ થયા છે.  કહેવામાં આવી રહ્યું છે કે કાર બેરિકેડ સાથે અથડાઈ અને પલટી મારી ગઈ હતી.

આ કારમાં પાંચ વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બે વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ તમામ અન્ય મિત્રના જન્મદિવસની પાર્ટી મનાવીને પરત ફરી રહ્યા હતા.  આ અકસ્માત મધરાતે ૨.૩૦ કલાકે થયો હતો.

બીજી તરફ, નાગપુરના પોલીસ કમિશનર રવિન્દ્ર સિંઘલે જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ ત્રણમાંથી બે વિદ્યાર્થીઓની હાલતમાં થોડો સુધારો થયો છે. એક વ્યક્તિની હાલત ગંભીર છે અને બે લોકોના મોત થયા છે. આ કિશોરો કારમાં બેસીને રીલ બનાવી રહ્યા હતા અને ખોટી રીતે કાર ચલાવી રહ્યા હતા. કાર કાબૂ બહાર ગઈ હતી.  કારને ઘણું નુકસાન થયું છે.  આના પરથી લાગે છે કે વાહનની સ્પીડ ખૂબ વધુ હતી અને બધા દારૂના નશામાં હતા.

કહેવામાં આવી રહ્યું છે કે રીલ બનાવતી વખતે આ અકસ્માત થયો હતો. આ વિદ્યાર્થીઓએ પાર્ટીમાં દારૂ પીધો હતો.  વિદ્યાર્થીઓ ઘરેથી કોઈને કહ્યા વગર પિતાની કાર લઈને નીકળી ગયા હતા. દારૂની મહેફિલ માણ્યા બાદ બિરયાનીની શોધમાં નીકળેલ અને મસ્તીના મૂડમાં હતો, તે હાઈ વોલ્યૂમમાં મ્યુઝિક સિસ્ટમ વગાડતો હતો અને આ દરમિયાન તેણે એક ક્લિપ પણ બનાવી હતી.

(8:56 PM IST)