News of Friday, 12th July 2024
મોંઘવારી-બેરોજગારીથી ત્રસ્ત પ્રજા સરકારને આકરો પાઠ ભણાવી રહી છે
વર્ષ ૨૦૨૪ ઇતિહાસનું સૌથી મોટું ચૂંટણીવર્ષ રહ્યું : આ મુદ્દા એ વૈશ્વિક રાજનીતિનુંᅠચિત્ર પલટી નાખ્યુંᅠᅠ અનેક પક્ષોને સત્તા પરથી હાંકી કાઢીને મતદાતાઓએ શીખવ્યો સબક : અતિવાદી વિચારો અને મહિલા નેતૃત્વ પર વધ્યો ભરોસો

નવી દિલ્હી તા. ૧૨ : વર્ષ ૨૦૨૪નુંᅠશબ્દોથી વર્ણન થઇᅠશકે છે. યુદ્ધ અને ચૂંટણી. ચૂંટણીઓની વધુ સંખ્યા જોઈને ૨૦૨૪નેᅠઇતિહાસનું સૌથી મોટું ચૂંટણી વર્ષ કહેવામાં આવે છે. ૨૦૨૪માં અત્યાર સુધીમાં ૨ અરબથીᅠવધુ લોકો મતદાન કરી ચુક્યા છે. સાથે હાલમાં કોઈ અન્ય દેશોમાં ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીઓᅠપર નજર કરીએ તો સ્પષ્ટ છે કે લોકોમાં બદલાવનીᅠઝંખના છે. તેના લીધે વૈશ્વિક રાજનૈતિકᅠ પરીદ્રશ્યᅠબદલી રહ્યું છે. વધુ પડતા ચૂંટણીઓમાંᅠઅતિવાદી દક્ષિણપંથી અને વામપંથીᅠપક્ષોની જીત જોવા મળી રહી છે. વિશ્વભરમાં ચૂંટણીના મુદ્દા પર નજર કરીએ તો જોવા મળે છે કે આ વખતે મોંઘવારી, બેરોજગારી, રાષ્ટ્રવાદ, પ્રવાસીઓ અંગે ચિંતા ને જળવાયું પરિવર્તન સૌથી મહત્વના સવાલ રહ્યા છે. જેનાથી મતદાતા પીડાય રહ્યા છે.ᅠએટલું જ નહીં સર્વેક્ષણો પર નજર નાખવામાંᅠઆવે તો અમેરિકામાં પણ નવેમ્બરમાં થનારી આગામી ચૂંટણીથી પૂર્વ મતદાતા ના ખુશ છે. અમેરિકીઓનેᅠલાગે છે કે વૃદ્ધ બિડેનમાᅠએ નેતૃત્વ ક્ષમતા નથી બચી કે આવનારા દિવસોમાં તેમનુંᅠજીવન સુધારશે. સાથે જ વૈશ્વિક તણાવ માટે બિડેનને જવાબદાર ગણવામાᅠઆવે છે.ᅠᅠ વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારત થી માંડીનેᅠ યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, બ્રિટેન, ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા. દક્ષિણ કોરિયાના ચૂંટણી મુદ્દાનેᅠજોવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે સામાન્ય મતદાતાની પ્રાથમિકતામાંᅠજીવન ખર્ચ સતત વધી રહ્યો છે. જીવન સ્તરમાં નીચુᅠગયું અને બેરોજગારી પ્રતિ અસંતોષના લીધે પ્રથમવાર આફ્રિકન નેશનલ કોંગ્રેસનેᅠબહુમતᅠમળ્યું નહીં. અને પક્ષ ગઠબંધન બનાવાᅠમાટે મજબુર થયા. યુરોપીય સંસદના ચૂંટણીમાં મુખ્યધારાના પક્ષોની ઓછી થતી લોકપ્રિયતા કારણે મુખ્ય રૂપે મોંઘવારી જ રહી.ᅠᅠ
બ્રિટેન, ફ્રાન્સ અને યુરોપીય યુનિયનની ચૂંટણી સ્પષ્ટ થાય છે કે જીવન ખર્ચ વધુ થાય છે. અતિવાદી દક્ષિણપંથી અને વામપંથી વિચારધારાઓᅠબાજુ ઝૂકી ગયા છે. પચ્છિમદેશોમાંᅠઅતિ દક્ષિણપંથી પક્ષોનો જનાધાર વધી રહ્યો છે. તેમાંથી પ્રવાસી વિરોધ અને રાષ્ટ્રવાદી નીતિઓᅠમાટે સમર્થન પ્રમુખ છે, તો વામપંથ માટે આકર્ષણ વધ્યું છે.ᅠજળવાયુંᅠપરિવર્તન સાથે જોડાયેલા મુદાનેᅠસામાન્ય રીતે ચૂંટણીનોᅠમુદ્દો માનવામાં આવોᅠરહ્યો નથી. પરંતુ જળવાયું પરિવર્તનથી થતી અસર જેમ કે રેકોર્ડબ્રેક ગરમી પ્રચંડ વાતાવરણના કારણે લોકોના મોત તથા દુર્ઘટ દરેકની ચિંતાનો વિષય બન્યો છે. સર્વેક્ષણોમાંᅠએ ઉભરીને સામે આવ્યું છે કે લોકો જળવાયુંᅠપરિવર્તનને રોકવા સંબંધી સરકારનાᅠપ્રયાસોનુંᅠસમર્થન કરે છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
