તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Friday, 12th July 2024
લ્યો બોલો...કાશ્મીરમાં પણ એસીનું રેકોર્ડ બ્રેક વેચાણ
પહેલા તો અહીં પંખા વેચવાનું પણ અઘરૂં હતું: દુકાનોમાં એસીનો સ્ટોક ખલાસ

જમ્મુ તા. ૧રઃ આ સમાચાર તમને આヘર્યમાં મુકી શકે છે કે દેશ અને દુનિયાભરમાંથી ઠંડી ઋતુનો અનુભવ કરવા લોકો કાશ્મીર આવે છે અને હવે કાશ્મીરીઓને ઠંડીની અનુભૂતિ કરવા એરકંડીશનર્સનો સહારો લેવો પડે છે.
આ વાત સંપૂર્ણપણે સત્ય છે કે કાશ્મીરમાં ગરમીની લહેર ચાલુ રહેવાના કારણે ઠંડક ઉત્પન્ન કરતા ઉપકરણો ખાસ કરીને એસીની માંગમાાં નાટકીય ઉછાળો આવ્યો છે. આ ઉનાળાની સીઝનમાં ગત વર્ષોની સરખામણીમાં એસીનું વેચાણ બમણાથી પણ વધારે વધ્યું હતું. ગત સપ્તાહે રાજધાની શ્રીનગરમાં ૩પ.૭ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જે આ સીઝનનું સૌથી વધારે તપાસમાન હતું. વર્તમાન ગરમીની લહેરે ઘણા ઘરો માટે એસીને વિલાસના બદલે જરૂરિયાતનું બનાવી દીધું છે.
એસીનું વેચાણ કરનાર ડાર ઇલેકટ્રોનિકસના માલિક શૌકત અહમદે જણાવ્યું કે કાશ્મીરમાં પહેલી વાર એરકંડીશનરની આટલી મોટી માંગ જોવા મળી છે. કાશ્મીરમાં પહેલા કયારેય એસીની આટલી માંગ નથી જોઇ. તેમણે કહ્યું કે મારો એસીનો સ્ટોક ખાલી થઇ ગયો છે અને નવા માલની રાહ જોઇ રહ્યા છીએ, છેલ્લા થોડા દિવસથી શ્રીનગરમાં નવો સ્ટોક નથી આવ્યો અને ગ્રાહકો આતુરતા પુર્વક રાહ જોઇ રહ્યા છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
