<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

અંબાણી પરિવારના આંગણે લગ્નના ઢોલ ઢબુક્યા: ગુંજી શરણાઈઓ :કરોડોની ગાડીઓ નીકળી અંબાણી પરિવારની જાન: જુઓ વિડિઓ

મુંબઈના સૌથી પ્રતિષ્ઠિત એન્ટિલિયાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ:મુકેશ અંબાણીનું ઘર કોઈ સ્વર્ગની માફક શણગારવામાં આવ્યું

મુંબઈ :અંબાણી પરિવારના આંગણે રુડો લગ્નનો અવસર છે. રાત્રિના 9.30 વાગ્યાના શુભ મુહૂર્તમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના સાત ફેરા સાથે એરબીજાના થશે. દુનિયાના કરોડો લોકો આ લગ્નના સાક્ષી બનશે. ત્યારે લગ્નની આ શુભ ઘડી ધીરે ધીરે નજીક આવી રહી છે.

અંબાણી હાઉસ એન્ટિલિયાના આંગણેથી ઢોલ નગારા સાથે જાન નીકળી હતી. કરોડોની ગાડીમાં અનંત અંબાણી જિયો વર્લ્ડ સેન્ટર જવા નીકળ્યા હતા. એન્ટિલિયા ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. એન્ટિલિયા ફુલોથી શણગારવામાં આવ્યો હતો.

મુંબઈના સૌથી પ્રતિષ્ઠિત એન્ટિલિયાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમા મુકેશ અંબાણીનું ઘર કોઈ સ્વર્ગની માફક શણગારવામાં આવ્યું છે. ચારે તરફ રંગબેરંગી ફુલ અને છોડ દેખાઈ રહ્યા છે. દરેક જગ્યાએ ધીમા સ્વરે વીણા અને બીજા વાદ્યના સંગીત સંભળાઈ રહ્યા છે.

(9:37 PM IST)