News of Friday, 12th July 2024
ભારે વરસાદને કારણે મુંબઈમાં ફરી પાણી ભરાયું: ફ્લાઈટ પ્રભાવિત:રેલવે સેવા પણ ખોરવાઈ ગઈ : જુઓ વિડિઓ
મુંબઈમાં સવારથી જ મુશળધાર વરસાદ:જનજીવન પ્રભાવિત:હવામાન વિભાગે મુંબઈમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

#WATCH | Maharashtra: Waterlogged roads in King's Circle area of Mumbai amid heavy rains in the city pic.twitter.com/m3O8uCYmTD
— ANI (@ANI) July 12, 2024
મુંબઈમાં વરસાદી માહોલ જારી રહ્યો છે. મુંબઈમાં સવારથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. દરમિયાન, હવામાન વિભાગે આજે પણ મુંબઈમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. શુક્રવાર સવારથી સતત વરસાદને કારણે મુંબઈમાં જાહેર પરિવહન સેવાઓ અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. ભારે વરસાદને કારણે સાયન જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
પશ્ચિમ ઉપનગરોમાં અંધેરી અને જોગેશ્વરી રેલ્વે સ્ટેશન વચ્ચેના અંધેરી સબવેમાં પણ પાણી ભરાઈ ગયા હતા. મુંબઈમાં વરસાદને કારણે શહેરમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે જનજીવનને માઠી અસર પહોંચી છે. રેલ અને ફ્લાઇટ સેવાઓને માઠી અસર થઈ છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
મુંબઈમાં ભારે વરસાદને કારણે ધુમ્મસ છે. જેના કારણે મુંબઈમાં હવાઈ સેવા પણ ખોરવાઈ ગઈ છે. ઈન્ડિગોએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે 'મુંબઈમાં ભારે વરસાદ અને ભારે હવાઈ ટ્રાફિકને કારણે હવાઈ સેવા પ્રભાવિત થઈ છે. ફ્લાઇટનું સ્ટેટસ સતત ચેક કરતા રહો.
એર ઈન્ડિયાએ મુસાફરોને સમય પહેલા એરપોર્ટ જવા માટે પણ અપીલ કરી છે કારણ કે ઘણી જગ્યાએ પાણી ભરાવા અને ટ્રાફિક જામના કારણે તેમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કોઈપણ અસુવિધા ટાળવા માટે ફ્લાઇટની સ્થિતિ તપાસતા રહો. હવામાન વિભાગ (IMD) એ આજે એટલે કે 12 જુલાઈએ મુંબઈમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાનશાસ્ત્રીએ આજે અને આવતીકાલે એટલે કે બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આવી સ્થિતિમાં આ 48 કલાક મુંબઈના લોકો માટે મુશ્કેલ બની શકે છે. IMDના એક અધિકારીએ જણાવ્યું કે ચોમાસાની સ્થિતિ ઘણી સક્રિય છે અને તેથી આગામી પાંચ દિવસ માટે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
#Maharashtra: Waterlogging in several parts of #NaviMumbai after heavy #rainfall in the city
— Hindustan Times (@htTweets) July 12, 2024
Track all the latest updates here: https://t.co/hMfOeLOLaP
(📹 ANI ) #MumbaiRains #Mumbai pic.twitter.com/M196HI5Zei
#Mumbai..
— मुंबई Matters™🇮🇳 (@mumbaimatterz) July 12, 2024
How can Andheri Subway remain open during #MumbaiRains?
Yes... It's Shut since early morning.
Something's don't change at all.
https://t.co/7VkVvdmxhR
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
