News of Friday, 12th July 2024
જાનૈયાઓ સાથે ઝૂમી ઈશા અંબાણી:પ્રિયંકા ચોપરાએ કારમાં કર્યો ડાન્સ: અનેક સેલેબ્સ શાહી લગ્નમાં જોડાયા : જુઓ વિડિઓ
અનંત અંબાણીની સાથે નાચ્યો સંજય દત્ત; પરિવારની સાથે પહોંચી માધુરી દીક્ષિત ;અનંતના લગ્નમાં પહોંચ્યો શેટ્ટી પરિવાર, કેએલ રાહુલ સાથે જોવાયો

મુંબઈ : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ભારે ધૂમ જોવા મળી રહી છે. દેશ-વિદેશની સેલિબ્રિટી આ શાહી લગ્ન સમારંભમાં ઉપસ્થિત થઈ રહી છે. મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. અનંત-રાધિકાના લગ્નનું ફંકશન 14 જુલાઈ સુધી જોવા મળશે.
અનંત અંબાણીએ તેમના લગ્ન માટે વરરાજા તરીકે ભવ્ય એન્ટ્રી કરી છે. તમને જણાવી દઈએ કે રાધિકા અને અનંતના લગ્ન મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં થઈ રહ્યા છે.
અનંત અંબાણીના લગ્નમાં જાનૈયાઓ ખુશીથી ઝૂમતાં જોવા મળ્યા. તો ઈશા અંબાણીએ પહાડિયા પહાડિયા પર ડાન્સ કર્યો.
સંજય દત્તે અનંત અંબાણીની સાથે ઢોલના બીટ્સ પર ડાન્સ કર્યો,
અનંત-રાધિકાના શાહી લગ્નમાં બોલિવૂડની તમામ હસ્તિઓ સામેલ થઈ રહી છે. જેમાં માધુરી દીક્ષિત પણ પોતાના પતિ અને પુત્રની સાથે લગ્નમાં પહોંચી.
અનંત અંબાણીના લગ્નમાં સામેલ થવા પ્રિયંકા ચોપરા અને તેનો પતિ નિક જોનસ પણ પહોંચ્યા છે. નિક જોનસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં પ્રિયંકા ગાડીમાં બેસીને ઝૂમતી જોવા મળી રહી છે.
અનંત અંબાણીના લગ્નમાં અભિનેતા સુનીલ શેટ્ટી તેના આખા પરિવાર સાથે પહોંચ્યા હતા. અભિનેતા સાથે તેમના જમાઈ અને ક્રિકેટર કેએલ રાહુલ પણ હાજર છે.
અનંત-રાધિકાના લગ્નમાં રિતેશ દેશમુખ પત્ની જેનેલિયા સાથે પહોંચ્યો છે. બંને ઓફ વ્હાઈટ કલરના કપડાં જોવા મળ્યા. રિતેશે ફંકશન માટે ધોતી-કુર્તા સ્ટાઈલ કપડાં પહેર્યાં.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્નમાં હાજરી આપવા હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો હતો. આ દરમિયાન તે તેના ભાઈ કૃણાલ પંડ્યા અને ભાભી સાથે મીડિયા કેમેરા માટે પોઝ આપતો જોવા મળ્યો હતો.
હિન્દી સિનેમાના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ જોહર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની મહેરબાની કરવા ડેશિંગ સ્ટાઇલમાં પહોંચ્યા હતા.
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
