<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપ શિવસેના સિંદે જૂથ અને અજીત પવારનું અદભુત સંકલન: તમામ બેઠકો જીતી લીધી: કોંગી ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી ભાજપને મત આપ્યા

મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપ - શિવસેના શિંદે જૂથના એનડીએ મોરચાના તમામ ૯ ઉમેદવારો જીત્યા.  કોંગ્રેસના ધારાસભ્યો એ ક્રોસ વોટિંગ કર્યું અને ભાજપને વોટ આપ્યા.  અજિત પવારના એનસીપી જૂથના બંને એમ એલ સી ઉમેદવારો ચૂંટ્યા. કોંગ્રેસ શરદ પવારના એનસીપી અને ઉદ્ધવ ઠાકરેના શિવસેના પક્ષનો સંપૂર્ણ સફાયો થયો.

 મહારાષ્ટ્રનું રાજકારણ:

 • એમ એલ સી ચૂંટણીઓમાં

 - ૧૧ બેઠકો માટે ૧૨ ઉમેદવારો

 

 - ભાજપ શિંદે અને અજીત પવારની મહાયુતિના ઉમેદવારોઃ ભાજપ ૫, શિવસેના શિંદે ૨, એનસીપી અજીત પવારના બે ઉમેદવારો વિજેતા થયા 

 

 - કોંગ્રેસ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેના એમ.વી.એ. મોરચાના ઉમેદવારો: કોંગ્રેસ ૧, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ ૧, એનસીપી શરદ પવાર જૂથે પી ડબ્લ્યુ પી આઈ ના ના જયંત પાટિલને સમર્થન આપેલ હતું.

 - જીતવા માટે ૨૩ ફર્સ્ટ પ્રેફરન્સ વોટ જરૂરી હતા.

 - મહાયુતિને સમર્થનઃ ૧૪ અપક્ષ સહિત ૨૦૩ ધારાસભ્યો

 - એમવીએ મોરચાને સમર્થન: ૬૯ ધારાસભ્યો

 - એઆઈએમઆઈએમ: ૨ ધારાસભ્યો

 - ખાલી: ૧૪ બેઠકો

 - નાના પક્ષો અને અપક્ષો: ૧૪ અપક્ષ સહિત ૨૮ ધારાસભ્યો

(12:24 AM IST)