News of Saturday, 13th July 2024
અંબાણીના આંગણે દેશ અને દુનિયાના દિગ્ગજ રાજનેતાઓ પહોંચ્યા : લાલુ યાદવથી લઈ બોરિસ જોન્સન સુધી જાણો કોણે પ્રંસગમાં જોડાયા
મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં હાજરી આપવા માટે રાજનીતિ, રમતગમત, બિઝનેસ, બોલિવૂડ, હોલીવુડ, રમતગમત અને અન્ય ઘણા ક્ષેત્રોના દિગ્ગજો મુંબઈ પહોંચ્યા: જુઓ તસવીરો

મુંબઈ : આરજેડી ચીફ લાલ યાદવ પણ અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા છે. મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીએ તેમનું સ્વાગત કર્યું હતું.
અનંત-રાધિકાના લગ્નમાં સપા સુપ્રીમો અખિલેશ યાદવ પત્ની ડિમ્પલ યાદવ અને બાળકો સાથે પહોંચ્યા હતા.
અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવા માટે લાલુ યાદવ સવારે પરિવાર સાથે મુંબઈ પહોંચ્યા હતા
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસન પોતાના પરિવાર સાથે Jio વર્લ્ડ સેન્ટર પહોંચ્યા છે. મહેમાનોની સંભવિત યાદીમાં તેમનું નામ પણ હતું.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC ચીફ મમતા બેનર્જી અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવા માટે Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર પહોંચ્યા છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર પહોંચ્યા છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં આજે મહાયુતિએ શાનદાર પ્રદર્શન કર્યું છે
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ પરિવાર સાથે પહોંચ્યા છે
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં હાજરી આપવા માટે રાજનીતિ, રમતગમત, બિઝનેસ, બોલિવૂડ, હોલીવુડ, રમતગમત અને અન્ય ઘણા ક્ષેત્રોના દિગ્ગજો મુંબઈ પહોંચ્યા છે.
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
