News of Saturday, 13th July 2024
આ મજાક નથી : ૧ રૂપિયાના ટેક્સના વિવાદ માટે દિલ્હીના ભાઈએ ૫૦,૦૦૦ રૂપિયા ચૂકવ્યા
આ ઘટના દર્શાવે છે કે ભારતની ટૅક્સ સિસ્ટમમાં કામ કરવું કેટલું જટિલ છે

નવી દિલ્હી, તા.૧૩: અપૂર્વ જૈન નામના દિલ્હીના એક નાગરિકના સોશ્યલ મીડિયાના દાવાએ વિવાદ ખડો કરી દીધો છે. તેનું કહેવું છે કે જસ્ટ એક રૂપિયાનો ટૅક્સનો વિવાદ ઉકેલવા માટે તેણે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને ૫૦,૦૦૦ રૂપિયા આપ્યા છે. સોશ્યલ મીડિયા ‘ઍક્સ' પર પોતાનો ગુસ્સો ઠાલવતાં અપૂર્વ જૈને લખ્યું હતું કે ‘તાજેતરમાં મને મળેલી ઇન્કમ ટૅક્સની નૉટિસ માટે મેં મારા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને ૫૦,૦૦૦ રૂપિયા ચૂકવ્યા છે. એમાં ફાઇનલ ડિસ્પ્યુટેડ વૅલ્યુ હતી માત્ર એક રૂપિયો. હું મજાક નથી કરી રહ્યો.'
આ ઘટના દર્શાવે છે કે ભારતની ટૅક્સ સિસ્ટમમાં કામ કરવું કેટલું જટિલ છે. કેટલાક લોકોનું કહેવું છે કે ટૅક્સ ડિપાર્ટમેન્ટ આટલું ઇનએફિશિયન્ટ હોય એવું માનવામાં નથી આવતું તો કેટલાકે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની ફીના સ્ટ્રક્ચર પર સવાલ ઉઠાવ્યા છે.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
