<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

સાત ફેરા લેવાની તૈયારી ચાલતી હતી ત્‍યારે જ વરરાજાએ લગ્ન કેન્‍સલ કર્યા

કન્‍યાના પ્રેમીએ દૂલ્‍હાને તેમની અંગત પળોના ફોટો, વિડિયો મોકલ્‍યા

લખનૌ, તા.૧૩: ઉત્તરપ્રદેશના અમરોહામાં ગઈ કાલે લગ્નમાં વર અને કન્‍યાને માત્ર સાત ફેરા લેવાના બાકી હતા ત્‍યારે વરરાજાએ લગ્ન કૅન્‍સલ કરવાનો નિર્ણય લીધો હતો અને એનું કારણ ચાલુ લગ્ને આવેલો એક ફોન હતો. વરરાજા લગ્ન કર્યા વિના જ પાછા ફર્યા હતા.

આદમપુર ગામમાં ગઈ કાલે જાન આવી અને જાનૈયાઓનું સ્‍વાગત થયું, જમણવારનો પ્રોગ્રામ થયો અને જ્‍યારે લગ્ન ચાલી રહ્યાં હતાં અને સાત ફેરા લેવાના બાકી હતા ત્‍યારે વરરાજાને એક ફોન આવ્‍યો હતો. સામે છેડેથી કમલ સિંહ નામની વ્‍યક્‍તિએ વરરાજાને કહ્યું કે તું મારી પ્રેમિકા સાથે લગ્ન કરી રહ્યો છે અને એ તારા માટે સારું નહીં થાય. વરરાજાએ તેની પાસે તેમની વચ્‍ચે પ્રેમ છે એના પુરાવા માગ્‍યા એટલે કમલ સિંહે ઘણા ફોટો અને વિડિયો મોકલ્‍યા જેમાં કન્‍યા અને કમલ સિંહ ઘણી હોટેલોમાં સાથે જોવા મળ્‍યાં હતાં અને તેમની અંગત પળોના પણ ફોટો-વિડિયો હતા. આ જોયા બાદ વરરાજાએ લગ્ન કૅન્‍સલ કર્યાં હતાં અને પોલીસમાં કમલ સિંહ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે.

(10:13 AM IST)