<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્‍ખલનઃ નેપાળના પુરથી યુપીના સેંકડો ગામો ડૂબી ગયા

હવામાન વિભાગ દ્વારા અનેક રાજયોમાં ભારે વરસાદની ચેતવણીઃ અનેક રસ્‍તાઓ બંધઃ બિહારમાં વિજળીએ અસંખ્‍યા લોકોનો ભોગ લીધો

નવી દિલ્‍હી તા. ૧૩ :..  દેશભરમાં ચાલુ ચોમાસાનો વરસાદ ઘણા રાજ્‍યો માટે મુશ્‍કેલી સર્જી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પહાડી રાજ્‍યોમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્‍ખલનની ઘટનાઓમાં વધારો થયો છે. ઉત્તરાખંડમાં ઘણા હાઈવે બંધ કરી દેવામાં આવ્‍યા છે, જ્‍યારે ઘણા રાજ્‍યોમાં પૂરના કારણે જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત છે અને સેંકડો લોકો પ્રભાવિત થયા છે.

દિલ્‍હીમાં લાંબી ગરમીથી લોકોને રાહત મળી છે. ગત રાત્રિથી અહીં અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે . જેના કારણે અનેક વિસ્‍તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્‍યા છે.

ઉત્તરાખંડમાં ભૂસ્‍ખલનની ઘટનાને કારણે જોશીમઠમાં ચુંગીધર નજીક બદ્રીનાથ હાઇવે મંગળવારે બંધ કરી દેવામાં આવ્‍યો હતો, જેના કારણે હજારો લોકો ફસાયા હતા. આ પછી બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને રોડ પરથી કાટમાળ હટાવ્‍યો હતો. દરમિયાન, પહાડ ધસી પડવાને કારણે રસ્‍તા પર ફરીથી પથ્‍થરો જમા થયા હતા, જેને પણ દૂર કરવામાં આવ્‍યા છે. હાલ આ વિસ્‍તારમાં વાહનવ્‍યવહાર પૂર્વવત થઈ ગયો છે. આ સાથે જ રાજ્‍યમાં સતત વરસાદ પણ જોવા મળી રહ્યો છે.

હિમાચલ પ્રદેશમાં પણ ભૂસ્‍ખલનની ઘટનાઓ સતત સામે આવી રહી છે. શિમલામાં લગભગ ૧૦ રૂટ બંધ છે. રાજ્‍યમાં હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવના દર્શાવતા યલો એલર્ટ જાહેર કર્યું છે.

બિહારમાં વીજળી પડવાથી થયેલા મોતનો મામલો અટકતો જણાતો નથી. છેલ્લા ૨૪ કલાકમાં ૨૧ લોકોના મોત થયા છે. આ ઘટના પર દુઃખ વ્‍યક્‍ત કરતા મુખ્‍યમંત્રી નીતિશ કુમારે મળતકોના પરિવારજનોને ૪-૪ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. રાજ્‍યમાં વીજળી પડવાની ઘટનાઓને કારણે અત્‍યાર સુધીમાં ૭૦ લોકોએ જીવ ગુમાવ્‍યા છે.

નેપાળમાં કોસી બેરેજ ખુલ્‍યા બાદ અને સતત વરસાદને કારણે ઉત્તર પ્રદેશના ઘણા વિસ્‍તારોમાં પૂર જેવી સ્‍થિતિ સર્જાઈ છે. સેંકડો ગામો પાણીમાં ડૂબી ગયા છે. જેના કારણે જનજીવન ઙ્કભાવિત થઈ રહ્યું છે.

છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે મુંબઈના રસ્‍તાઓ પાણીમાં ડૂબી ગયા છે. લોકલ ટ્રેનોને પણ અસર થઈ રહી છે. શુક્રવારે પણ મુંબઈમાં ભારે વરસાદ જોવા મળ્‍યો હતો.

મધ્‍યપ્રદેશના ૪૫ જિલ્લાઓમાં સામાન્‍ય કરતા ઓછો વરસાદ થયો છે. જોકે, હવામાનશાષાીઓનું કહેવું છે કે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવા જઈ રહ્યું છે. તેની અસરને કારણે રાજ્‍યમાં ૧૫ જુલાઈથી સારા વરસાદની સંભાવના છે.

*    મેઘાલયમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ જોવા મળ્‍યો છે.

*    ગુજરાત અને સિક્કિમમાં ભારે વરસાદ નોંધાયો હતો.

*       બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્‍થાનમાં પણ સારો વરસાદ થયો છે.

(12:05 PM IST)