News of Saturday, 13th July 2024
13 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસ 5 બેઠકો પર આગળ: ટીએમસી 4 સીટ પર આગળ: AAPએ જલંધર સીટ જીતી
ઉત્તરાખંડની બદ્રીનાથ અને મેંગ્લોર સીટ અને મધ્યપ્રદેશની આવરવાડા સીટ પર પણ કોંગ્રેસ આગળ

હિમાચલ પ્રદેશની દેહરા અને નાલાગઢ સીટ પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ઉત્તરાખંડની બદ્રીનાથ અને મેંગ્લોર સીટ અને મધ્યપ્રદેશની આવરવાડા સીટ પર પણ કોંગ્રેસ આગળ છે. પશ્ચિમ બંગાળની રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગડા અને માનિકતલાની બેઠકો પર ટીએમસી આગળ ચાલી રહી છે
. AAPએ પંજાબની જલંધર પશ્ચિમ બેઠક પર જીત મેળવી છે. હવે બિહારની રૂપૌલી સીટ પર જેડીયુ પાછળ રહી ગઈ છે અને અપક્ષો અહીં આગળ ચાલી રહ્યા છે. હિમાચલ પ્રદેશની હમીરપુર સીટ પર ભાજપ આગળ છે. તમિલનાડુની વિકરાવંડી સીટ પર ડીએમકે આગળ છે
13 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસ 5 બેઠકો પર આગળ છે. પેટાચૂંટણીની ગણતરીમાં કોંગ્રેસ 13માંથી 5 વિધાનસભા બેઠકો પર આગળ ચાલી રહી છે. ટીએમસી 4 સીટ પર આગળ છે, ભાજપ, ડીએમકે અને જેડીયુ એક-એક સીટ પર આગળ છે. AAPએ પંજાબની જલંધર સીટ જીતી છે
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
