<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

દેશમાં હવે બાળકોને થઇ રહી છે મોટાઓની બિમારીઓ

જંક ફુડમાં વિટામીન અને ફાઇબરની કમી છે આનું મુખ્‍ય કારણ નાની ઉંમરે દાંતનો દુખાવો, પેટમાં દુખાવો, શ્‍વાસ ફુલવો જેવી તકલીફો

અજમેર તા. ૧૩: જંક ફૂડનું વધી રહેલું સેવન બાળકો માટે નુકસાનકારક સાબિત થઇ રહ્યું છે. તેમાં વીટામીન અને ફાઇબરની કમીના કારણે બાળકો બિમાર થઇ રહ્યા છે. નાની ઉંમરે દાંતનો દુખાવો, પેટનો દુખાવો જેવી બિમારીઓના શિકાર થઇ રહ્યા છે. છેલ્લા ૧૦ વર્ષમાં જંક ફૂડનો ઉપયોગ ઝડપથી વધી ગયો છે.

વિભીન્‍ન હોટલ અને વેન્‍ડર્સો પિત્‍ઝા, બર્ગર, વેજરોલ સહિતના અન્‍ય ફાસ્‍ટ ફુડસ ઉપલબ્‍ધ કરાવી રહ્યા છે. આ જંક ફૂડસ બાળકોમાં ઝડપથી બિમારીઓ વધારી રહ્યા છે. ડોકટરોની સલાહ છે કે ઘરે બનેલી વસ્‍તુઓનો ઉપયોગ બાળકોને સ્‍વસ્‍થ રાખી શકે છે.

૧પ થી ર૦ ટકા બાળકો ફેટી લીવરની તકલીફ ભોગવી રહ્યા છે. તેનું મૂળ કારણ જંક ફૂડનો વધુ ભારે પડતો ઉપયોગ છે. વ્‍યાયામ અને શારિરિક ગતિવિધીઓ ઓછી થવાથી પેટમાં દુખાવાની તકલીફો વધી રહી છે. ૧૦ થી ૧ર ટકા બાળકોમાં જંક ફુડના વધારે પડતા ઉપયોગથી શ્‍વાસ ફુલવાની બિમારી થઇ રહી છે.

પ થી ૧પ વર્ષના બાળકો દર અઠવાડીયે સરેરાશ ર થી ૩ વાર જંક ફુડ ખાઇ રહ્યા છે. તેના લીધે નાની વયે જ શ્‍વાસની તકલીફની બિમારી થઇ રહી છે. નહીંતર પહેલા આ રોગ ૪૦ થી પ૦ વર્ષની ઉંમરમાં જોવા મળતો હતો.

એમડીએસ યુનિર્સીટીના ફુડ એન્‍ડ ન્‍યુટ્રીશન વિભાગના વડા પ્રોફેસર ઋતુ માથુરે જણાવ્‍યું કે ફાસ્‍ટ ફુડ બાળકો, યુવાઓ સહિત બધી ઉંમરના લોકો માટે નુકસાન કારક છે. તેના બદલે ફળ, લીલા શાકભાજી, ઓછી ચરબીવાળા દૂધ ઉત્‍પાદનો અને જાડા ધાનનો ઉપયોગ ફાયદા કારક છે.

(2:40 PM IST)