<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

પેટાચૂંટણીમાં વિપક્ષનો જયજયકાર : NDAને ફટકો

રાહુલ ગાંધીનો ક્રેઝ સાતમાં આસમાને : ઇન્‍ડિયા ગઠબંધનને ‘‘બલ્લે બલ્લે'' : ભાજપ માટે ખતરાની ઘંટડી : ‘ઇન્‍ડિયા ગઠબંધન'ને ૯ બેઠકો મળી : ભાજપને એક : મધ્‍યપ્રદેશમાં આગળ : મમતાને ૪, ડીએમકેને ૧, હિમાચલ, મધ્‍યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ કોંગ્રેસનો વિજય : ૧ ભાજપને

રાજકોટ તા. ૧૩ : સાત રાજયોની ૧૩ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી માટે મતગણતરી થઈ રહી છે. આ બેઠકો પર ૧૦ જુલાઇના રોજ મતદાન થયું હતું. તેમાંથી સૌથી વધુ ચાર બેઠકો પશ્ચિમ બંગાળની છે. તે જ સમયે, હિમાચલ પ્રદેશની ત્રણ અને ઉત્તરાખંડની બે બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. પેટાચૂંટણીમાં વિપક્ષની જીત અને એનડીએને ફટકો પડ્‍યો છે.

પેટાચૂંટણીના પરિણામો જોઈને રાહુલ ગાંધીનો જોશ સાતમા આસમાને પહોચ્‍યો છે. ઈન્‍ડિયા ગઠબંધને બાજી મારી છે અને ભાજપ માટે ખતરાની ઘંટડી વાગી છે.  ઈન્‍ડિયા ગઠબંધનને ૯ બેઠકો મળી છે અને બીજેપીને ૧ બેઠક મળી છે. મધ્‍યપ્રદેશમાં બીજેપી આગળ જોવા મળી છે.

પશ્ચિમ બંગાળની ચાર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં, તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારોને જીત મળી છે. કોંગ્રેસના લખપત બુટોલાએ ઉત્તરાખંડની બદ્રીનાથ બેઠક પર જીત મેળવી છે. મેંગલોર સીટ પર કોંગ્રેસના કાઝી મોહમ્‍મદ નિઝામુદ્દીન પણ આગળ છે. જો કે, મેંગ્‍લોર સીટ પર ગળાકાપ સ્‍પર્ધા છે અને ભાજપના ઉમેદવાર કરતાર સિંહ ભડાના કોંગ્રેસના ઉમેદવારથી પાછળ નથી. તમિલનાડુની વિકરાવંડી સીટ પરથી પેટાચૂંટણીમાં ડીએમકેના ઉમેદવાર અન્નીયુર સિવાની જીત થઈ છે.

હિમાચલની બે બેઠકો અને પંજાબની એક બેઠક માટે ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્‍યા છે. જલંધર સીટ પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. હિમાચલની હમીરપુર બેઠક પરથી ભાજપના આશિષ શર્માએ જીત મેળવી છે. હિમાચલની દેહરા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર કમલેશ ઠાકુરે જીત મેળવી છે. બિહારની રૂપાલી સીટ પર અપક્ષ ઉમેદવાર શંકર સિંહે જીત મેળવી છે. બિહારમાં જેડિયુને પાછળ રાખીને અપક્ષે જીત મેળવી છે.

પશ્ચિમ બંગાળની ચાર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. પેટાચૂંટણીમાં ક્‍લીન સ્‍વીપ કરીને ટીએમસીએ વિરોધ પક્ષોને હરાવ્‍યા છે.

પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડમાં ભાજપને મોટો ફટકો પડ્‍યો હોય તેમ લાગી રહ્યું છે. ટીમએમસીએ બંગાળમાં ૪માંથી ૩ બેઠકો જીતી છે અને ચોથા સ્‍થાને આગળ છે. જયારે ઉત્તરાખંડમાં કોંગ્રેસે બદ્રીનાથ સીટ પર જીત મેળવી છે અને મેંગલોર સીટ પર આગળ ચાલી રહી છે. હિમાચલની દેહરા વિધાનસભા બેઠક પરથી જીત્‍યા બાદ મુખ્‍યમંત્રી સુખવિંદર સિંહ સુખુની પત્‍ની કમલેશ ઠાકુરે જીત નોંધાવી છે. તે જ સમયે, આમ આદમી પાર્ટીએ પંજાબની જલંધર પશ્ચિમ બેઠક પર જીત મેળવી હતી. AAP ઉમેદવાર મોહિન્‍દર ભગત અહીં ૩૭,૩૨૫ મતોના માર્જીનથી જીત્‍યા છે.

બંગાળની રાયગંજ, બગડા, રાણાઘાટ અને માનિકતલાની ચાર બેઠકો પર ટીએમસીના ઉમેદવારોએ શાનદાર જીત મેળવી છે. રાયગંજ બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર કૃષ્‍ણા કલ્‍યાણીએ ભાજપના ઉમેદવાર માનસ કુમાર ઘોષને ૪૯ હજારથી વધુ મતોના અંતરથી હરાવ્‍યા હતા.

હિમાચલ અને મધ્‍યપ્રદેશમાં એક-એક સીટ પર ભાજપ આગળ છે અને બિહારમાં એક સીટ પર અપક્ષ ઉમેદવારો આગળ છે. ચૂંટણી પંચના જણાવ્‍યા અનુસાર, આમ આદમી પાર્ટીના મોહિન્‍દર ભગતે પંજાબની જલંધર પશ્ચિમ બેઠક પર જીત મેળવી છે. હિમાચલની દેહરા સીટ પરથી કોંગ્રેસના કમલેશ ઠાકુરે જીત મેળવી છે. પશ્ચિમ બંગાળના રાયગંજમાં TMCના કૃષ્‍ણા કલ્‍યાણીનો વિજય થયો છે. બંગાળના બગદામાં ટીએમસીના મધુપર્ણા ઠાકુરને સફળતા મળી છે

(3:16 PM IST)