News of Saturday, 13th July 2024
વરરાજા અનંતનો હાથ પકડી ખુબ ઠુમકા લગાવ્યા રામદેવજીએ : ડાન્સ જોઇ ભકતો દંગ
બાબાનો વિડિયો વાયરલ

મુંબઇ, તા.૧૩: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને MD મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટે ગઈકાલે એટલે કે ૧૨ જુલાઈ, ૨૦૨૪ના રોજ લગ્ન કર્યા હતા. અનંત અને રાધિકાના આ લગ્નને ભાગ્યે જ લોકો ભૂલી શકશે. આ લગ્નમાં દેશ-વિદેશના લોકોએ હાજરી આપી હતી. આ લગ્નમાં હોલિવૂડથી લઈને બોલિવૂડ અને રાજકારણથી લઈને રમતગમતની દુનિયાની અનેક મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. અનંત અને રાધિકાના લગ્નની ઘણી તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન હવે આ લગ્નનો એક વીડિયો ઈન્ટરનેટ પર એટલો પોપ્યુલર થયો છે કે લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે. વીડિયોમાં યોગ ગુરુ બાબા રામદેવ અનંતના લગ્નમાં જોરશોરથી ડાન્સ કરતા જોવા મળે છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બાબા રામદેવ વરરાજાનો હાથ પકડીને જોર જોરથી ડાન્સ કરતા હતા, ત્યારે બાબા રામદેવ નવા વર-કન્યાને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. અંબાણીના લગ્નમાં પહોંચ્યા બાદ રામદેવ ખૂબ જ ખુશ દેખાતા હતા. તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે વરરાજા રાજા અનંત અંબાણીના હાથ પકડીને ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. અનંત પણ રામદેવ સાથે ડાન્સ કરતા ખૂબ ખુશ દેખાતા હતા. ડાન્સ કર્યા પછી અનંતે બાબાને ગળે લગાવ્યા. આ લગ્નમાં રામદેવની સાથે આચાર્ય બાલકળષ્ણ પણ સામેલ થયા હતા. આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને અત્યાર સુધીમાં ઘણા વ્યૂઝ મળ્યા છે. બાબા રામદેવ ઉપરાંત બાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર શાષાી પણ આ લગ્નમાં પહોંચ્યા હતા અને વર-કન્યાને આશીર્વાદ આપ્યા હતા.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં આ બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. આ શાહી લગ્નમાં રમતગમત, બોલિવૂડ, રાજકારણ, બિઝનેસ અને લગભગ દરેક ક્ષેત્રની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, રજનીકાંત, દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ, આલિયા ભટ્ટ, શાહિદ કપૂર, રણવીર સિંહ, પ્રિયંકા ચોપરા, નિક જોનાસ, રામ ચરણ, મહેશ બાબુ અને રણબીર કપૂર ઉપરાંત બોલિવૂડમાંથી લગભગ આખી ફિલ્મ ઉદ્યોગ આ શાહી સમારોહમાં હાજર રહ્યો હતો. લગ્ન બધાએ આ ક્ષણનો આનંદ માણ્યો અને જોરશોરથી ડાન્સ કર્યો.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
