<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

નાઇજીરીયામાં ચાલુ ક્‍લાસે શાળાનું બિલ્‍ડીંગ તુટી પડયું : ૨૨ વિદ્યાર્થીના

મોત : ૧૦૦થી વધુ દટાયા

નવી દિલ્‍હી, તા.૧૩: આફ્રિકન દેશ નાઈજીરિયામાં મોટી દુર્ઘટના બની છે. શુક્રવારે સવારે એક મોટો અકસ્‍માત થયો હતો. અહીં બે માળની શાળાનું બિલ્‍ડીંગ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટના ત્‍યારે બની હતી જ્‍યારે વર્ગો ચાલી રહ્યા હતા. આ અકસ્‍માતમાં ૨૨ વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્‍યારે ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. કાટમાળ નીચે ફસાયેલા વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે. ઘટનાસ્‍થળે રાહત અને બચાવ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.વિદ્યાર્થીઓ અભ્‍યાસ માટે પઠાર રાજ્‍યના બુસા બુજી સમુદાયની સેન્‍ટ્‍સ એકેડમી કોલેજમાં પહોંચ્‍યા હતા. વર્ગો શરૂ થયાની થોડી જ વારમાં શાળાનું મકાન ધરાશાયી થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્‍માતમાં ઘાયલ થયેલા લોકોમાં ઘણા ૧૫ વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના બાળકો હતા. પોલીસ પ્રવક્‍તા આલ્‍ફ્રેડ અલાબોએ જણાવ્‍યું હતું કે કુલ ૧૫૪ વિદ્યાર્થીઓ ફસાયા હતા, પરંતુ તેમાંથી ૧૩૨ને બચાવી લેવામાં આવ્‍યા હતા. વિદ્યાર્થીઓની વિવિધ હોસ્‍પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્‍માતમાં ૨૨ વિદ્યાર્થીઓના મોત થયા છે.

(4:01 PM IST)