<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

ગાઝામાં ૭૦થી વધુ પેલેસ્‍ટાઇનોનાં મોત

ઇઝરાયલ - હમાસ યુધ્‍ધ

નવી દિલ્‍હી, તા.૧૩: ઇઝરાયલ અને હમાસની વચ્‍ચે જંગ જારી છે. ગાઝામાં શુક્રવારે ૭૦થી વધુ પેલેસ્‍ટાઇન માર્યા ગયા છે. આ ઘટનાને લઈને હમાસના એક અધિકારીએ ઇઝરાયલ પર યોજનાબદ્ધ રીતે લોકોનો નરસંહાર કરવાનો આરોપ લાગ્‍યો છે. હમાસ સરકાર મિડિયા ઓફિસના ડિરેક્‍ટર ઇસ્‍માઇલ અલ થવાબ્‍તાએ દાવો કર્યો હતો કે ઇઝરાયલી સેનાએ પૂર્વી ગાઝા શહેરમાં હજારો પેલેસ્‍ટાઇનઓને પશ્‍ચિમી અને દક્ષિણી વિસ્‍તારોમાં જવા માટે નિર્દેશિત કર્યા છે અને તેમના ત્‍યાં પહોંચવા પર તેમના પર ગોળીઓ ચલાવી હતી.

તેમણે જણાવ્‍યું હતું કે બચાવ દળે તાલ-અલ હવા વિસ્‍તારમાં ૭૦થી વધુ મળતદેહો કબજે કર્યા છે અને કમસે કમ ૫૦ લોકો લાપતા છે. કેટલાક વિસ્‍થાપિત લોકો સફેદ ઝંડો લઈને ઇઝરાયલી સેના તરફથી ઇશારો કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે અમે લડાકુ નથી, વિસ્‍થાપિત છીએ. તેમણે કહ્યું હતું કે ઇઝરાયેલી સેનાએ આ વિસ્‍થાપિત લોકોને બેરહેમીથી મારી નાખ્‍યા હતા. અહેવાલ મુજબ આ ઘટનામાં મળતકોની સંખ્‍યા ૭૦થી વધુ બતાવવામાં આવી રહી છે, જ્‍યારે અનેક ઘાયલ થયા છે.

ઇઝરાયેલ-હમાસ યુદ્ધને લગભગ નવ મહિના થઈ ગયા છે. પેલેસ્‍ટાઇનના આરોગ્‍ય અધિકારીઓનું કહેવું છે કે ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં હવે ૩૮,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે, જ્‍યારે ૨૩ લાખ લોકો બેઘર થવું પડ્‍યું છે. ગાઝાના આરોગ્‍ય મંત્રાલયના અંદાજ અનુસાર પેલેસ્‍ટાઇન વિસ્‍તારમાં મળતકોની સંખ્‍યા ૧,૮૬,૦૦૦ સુધી હોવાની શકયતા છે.

સંયુક્‍ત રાષ્‍ટ્રના પ્રવક્‍તા સ્‍ટીફન દુજારિકે ગાઝા શહેરમાં મળતદેહો મળી આવતાં નિંદા કરતાં નાગરિકોનાં મોતનું એક દુઃખદ ઉદાહરણ જણાવ્‍યું હતું.

(3:43 PM IST)