News of Saturday, 13th July 2024
યુપીમાં પક્ષની હાલત ખરાબ
કેન્દ્રીય નેતાગીરીએ ધ્યાન આપવાની જરૂરઃ ભાજપા ધારાસભ્યના સ્ટેટમેંટથી રાજકીય ભૂકંપ

લખનૌ તા. ૧૩: ઉત્તર પ્રદેશમાં લોકસભા ચુંટણી પછી જે રીતે ભાજપાને હારનો સામનો કરવો પડયો છે તેનાથી કાર્યકરોનું મનોબળ ઘટયું છે. ત્યાર પછી હવે પક્ષનો આંતરિક કલહ ખુલીને સામે આવવા લાગ્યો છે. રાજયના જોનપુરની બદલાપુર બેઠકના ધારાસભ્ય રમેશ મિશ્રાએ આ બધાની વચ્ચે એવું સ્ટેટમેંટ આપ્યું છે તેનાથી રાજકીય ધમસાણ મચવાનું નકકી છે.
ભાજપા ધારાસભ્ય રમેશ મિશ્રાએ કહ્યું કે યુપીમાં આજે આપણી સરકારની જે સ્થિતી છે તે બહુજ ખરાબ છે. આ સ્થિતિમાં ર૦ર૭ની ચુંટણી આવતા સુધીમાં હાલત વધુ ખરાબ થઇ જશે. સપા જે રીતે પીડીએની વાત કરી રહી છે તેનાથી લોકોમાં વ્યાપકપણે ભ્રામક સ્થિતી ઉત્પન્ન થઇ રહી છે.
તેમણે કહ્યું કે આ સ્થિતી સુધરી શકે છે. તેના માટે મારૂં માનવું છે કે કેન્દ્રીય નેતાગીરીએ મોટા નિર્ણયો લેવા પડશે. તેમણે યુ઼પીની ર૦ર૭ની ચુંટણી પર ફોકસ કરવું પડશે. ભાજપાના દરેક કાર્યકરે મનથી લડવું પડશે. ત્યારે જ આપણે ફરીથી સરકાર બનાવી શકીશું. નહીંતર આજની જે સ્થિતિ છે તે હિસાબે આપણી સરકારની હાલત બહુ ખરાબ છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
