News of Saturday, 13th July 2024
અનંત અંબાણી રોલ્સ રોય કુલયનમાં બેસીને લાવ્યા નવવધૂ : કારની કિંમત છે ૮.૨૦ કરોડ

મુંબઇ, તા.૧૩:મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાય ગયાં છે. આખી દુનિયાની નજર તેમના લગ્ન પર હતી. આ સાથે જ અનંત અંબાણીના લગ્નમાં દેશ-વિદેશથી લોકો આવ્યા હતાં. હવે અનંત અંબાણી જે કારમાં રાધિકાને લેવા માટે Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરના સરઘસમાં પહોંચ્યા હતો તે ચર્ચાનો વિષય બની ગયો છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પાસે રોલ્સ રોયસ કુલિયન બ્લેક બેઝ છે. આ કારમાં ઘણી આધુનિક સુવિધાઓ અને પાવરફુલ એન્જિન છે.
આ ૫ સીટર લક્ઝરી એસયુવી છે. કંપનીએ આ કારનું માત્ર એક જ વેરિઅન્ટ માર્કેટમાં લોન્ચ કર્યું છે. એટલું જ નહીં આ કાર દેશમાં કુલ ૧૧ રંગોમાં ઉપલબ્ધ છે. આ સિવાય આ એક એવી કાર છે જે માત્ર પેટ્રોલ પર ચાલે છે. આ કારને ૨૫૦ કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ આપવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર આ કાર માત્ર ૬.૬ કિમીની માઈલેજ આપે છે. તેમજ આ કારમાં માત્ર ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.
આ કારના એન્જિન વિશે વાત કરીએ તો, કંપનીએ તેમાં 6,749 ccનું પાવરફુલ એન્જિન આપ્યું છે. આ એન્જિન ૫૬૩ bhp ની મહત્તમ પાવર તેમજ ૮૫૦ Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.
આ કારની એક્સ-શોરૂમ કિંમત ૬.૯૫ કરોડ રૂપિયા છે. દેશની રાજધાનીમાં આ કારની ઓન-રોડ કિંમત ૮.૨૦ કરોડ રૂપિયા છે. જો આપણે પરિમાણો પર નજર કરીએ તો, આ લક્ઝરી SUVની લંબાઈ ૫૩૪૫mm, પહોળાઈ ૨૦૦૦mm અને ઊંચાઈ ૧૮૩૫mm છે. તેમજ આ કાર ત્રણ ફોર્ચ્યુનર કરતાં વધુ પાવર જનરેટ કરે છે. આ સિવાય કંપનીએ આ કારમાં ૮ એરબેગ્સ પણ આપી છે જે આ કારમાં બેઠેલા લોકોને સુરક્ષા પૂરી પાડે છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
