<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

શાહરુખાનને મોટી રાહત :ગુજરાત હાઇકોર્ટે 8 વર્ષ જૂના કેસમાં નીચલી અદાલતના હુકમને રદબાતલ ઠરાવ્યો

અમદાવાદ :બૉલીવુડ અભિનેતા શાહરૂખ ખાનને 8 વર્ષ જૂના કેસમાં રાહત મળી છે. રઈસ ફિલ્મ માટે લતીફના વારસદારોએ શાહરૂખ સામે બદનક્ષીનો કેસ કર્યો હતો, જેમા રઈસ ફિલ્માના નિર્માતા સામે રૂપિયા 101 કરોડનો બદનક્ષીનો દાવો કર્યો હતો. શાહરૂખ ખાન, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને અન્યએ દાવાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. .  

આ કેસમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી શાહરૂખ ખાનને રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે ગેંગસ્ટર અબ્દુલ લતીફના વારસદારોને વાદી તરીકે સામેલ કરવાની મંજૂરી આપતા નીચલી અદાલતના હુકમને રદબાતલ ઠરાવ્યો છે. હાઈકોર્ટના આ આદેશ બાદ શાહરૂખ ખાન, રઈસના નિર્માતાઓને રાહત મળી છે. હાઈકોર્ટના આદેશ મુજબ ત્રણ દિવસમાં મૂળ દાવામાં વાદી તરીકે સામેલ કરાયેલા નામે કમી કરવા ટ્રાયલ કોર્ટને હુકમ કર્યો હતો.

વર્ષ 2017માં રિલીઝ થયેલી રઈસ ફિલ્મ ગુજરાતના ગેંગસ્ટર અબ્દુલ લત્તીફની સ્ટોરી પર આધારીત હતી. આ ફિલ્મ આવ્યા બાદ લત્તીફના પરિવારે સિવિલ કોર્ટમાં તેમના પરિવારની છબીને ક્ષતિ પહોંચાડવા બદલ રૂ.101 કરોડનો બદનક્ષીનો દાવો કર્યો હતો. જે બાદ રેડ ચિલિઝ અને અન્ય રઈસના નિર્માતાઓએ આ દાવાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો

(6:21 PM IST)