<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

સૈનિક શહીદ થાય તો કોને મળે છે આર્થિક સહાયતા: હવે અંશુમનના પિતાએ NOK નિયમ બદલવા માટે કરી માંગ

રવિ પ્રતાપ સિંહે આ નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરી છે. તેમણે વિધવા ઉપરાંત માતા-પિતાને પણ રકમ મળે તેવી માંગ કરી

નવી દિલ્હી : ગયા વર્ષે 19 જુલાઈના રોજ સિયાચિનમાં શહીદ થયેલા કેપ્ટન અંશુમન સિંહને કેટલાક દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલ એક કાર્યક્રમમાં કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યાં. આ સન્માન તેમના પત્ની સ્મૃતિ અને માતા મંજૂ સિંહે ગ્રહણ કરેલુ. આ કાર્યક્રમ બાદ અંશુમનના પત્ની સ્મૃતિનો એક વીડિયો પણ સામે આવ્યા હતો,જેમાં તેમણે અંશુમન સિંહ સાથે થયેલી મુલાકાત અને લગ્નના ફક્ત પાંચ જ મહિનામાં તેઓ વિધવા થયેલા તે અંગે માહિતી આપી હતી.

આ સમારંભના કેટલાક દિવસ બાદ અંશુમન સિંહના માતા-પિતાનું વેદના પણ સામે આવી હતી. જેમાં તેમણે કહ્યું કે શહીદ અંશુમાન સિંહના પત્ની સ્મૃતિ પતિ અંશુમનના ફોટો આલ્બમ, કપડાં તથા અન્ય યાદો સાથે સરકાર દ્વારા આપવામાં આવેલ કીર્તિ પોતાના ઘર ગુરદાસપુર લઈ ગયેલ છે.
શહીદ અંશુમનના પિતા રવિ પ્રતાપ સિંહે કહ્યું કે દીકરાને તેના અદમ્ય સાહસ માટે જે કીર્તિ ચક્ર મળ્યું હતું તે માતા તથા પત્ની બન્ને મેળવવા ગયા હતા. અંશુમનની માતા પણ સાથે ગઈ હતી. કેપ્ટન અંશુમનના પિતાએ કહ્યું કે તેઓ નેક્સ્ટ ઓફ કીન (NOK-Next Of Kin) એટલે કે નજીકના પરિવારજન નિયમોમાં ફેરફાર કરવા ઈચ્છે છે.

કારણ તે વહુ સ્મૃતિ સિંહ હવે તેમની સાથે રહેતી નથી. NOKના માપદંડ જે નક્કી કરવામાં આવેલ છે તે ઠીક નથી. રક્ષામંત્રી રાજનાથ સિંહથી લઈ વિપક્ષના નેતા રાહુલ ગાંધી સુધી આ વાત કરવામાં આવી છે. આ નિયમમાં ફેરફાર કરવાની જરૂર છે.

NOK (Next Of Kin) એટલે વ્યક્તિના જીવન સાથી, નજીકના સંબંધિ, પરિવારના સભ્ય અથવા કાયદેસરના વાલી સાથે સંકળાયેલ છે. જ્યારે કોઈ વ્યક્તિ લશ્કરમાં ભરતી થાય છે તો તેના માતાપિતા અથવા વાલીને NOK સ્વરૂપમાં નોંધણી થાય છે. સેનાના નિયમો પ્રમાણે જ્યારે કોઈ કેડેટ અથવા અધિકારી લગ્ન કરે છે તો તેના માતાપિતાને બદલે તેમના જીવનસાથીનું નામ તેમના NOK તરીકે રજિસ્ટર્ડ થાય છે.
નિયમો પ્રમાણે સેવા દરમિયાન જવાન-અધિકારીને કંઈ થાય છે તો તેમને મળતી આર્થિક સહાયતાની રકમથી લઈ તમામ સૈન્ય સુવિધા NOKને આપવામાં આવે છે. એટલે કે સૈનિકે લગ્ન કરેલ હોય તો આ રકમ પત્નીને આપવામાં આવે છે અને લગ્ન ન કરેલ હોય તો આ રકમ માતા-પિતાને આપવામાં આવે છે. રવિ પ્રતાપ સિંહે આ નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરી છે. તેમણે વિધવા ઉપરાંત માતા-પિતાને પણ રકમ મળે તેવી માંગ કરી છે.

(8:27 PM IST)