News of Saturday, 13th July 2024
પીએમ મોદી અનંત-રાધિકાને 'શુભ આશીર્વાદ' આપવા પહોંચ્યાં: અંબાણી પરિવારે કર્યું સ્વાગત: જુઓ વિડિઓ
પીએમ મોદીએ નવદંપતીને આશીર્વાદ આપ્યા અને તેમની સાથે વાતચીત કરી:અનંત અંબાણીએ પીએમ મોદીના ચરણસ્પર્શ કર્યાં

https://x.com/MrsGandhi/status/1812158702021116202
મુંબઈ :અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્ન બંધનથી બંધાઈ ગયા છે. કંપને આશીર્વાદ આપવા માટે અંબાણી પરિવારે એક ખાસ ઈન્વેન્ટનું આયોજન કર્યું છે, જેનું નામ 'શુભ આશીર્વાદ' આપ્યું છે. વડાપ્રધાન મોદી પણ મુંબઈ ખાતે આવ્યા છે.
પીએમ મોદી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શુભ આશીર્વાદ પ્રસંગનો ભાગ બન્યા છે. આ પ્રસંગે દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તથા તેમના પત્ની નિતા અંબાણીએ વડાપ્રધાનર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું છે. વડાપ્રધાન મોદીએ અહીં આવેલા મહેમાનોનું અભિવાદન સ્વીકાર્યું હતું. તેઓ અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનંત અંબાણી સાથે આગળની પંક્તિમાં બેઠા હતા.
ત્યારબાદ પીએમ મોદીએ નવદંપતીને આશીર્વાદ આપ્યા અને તેમની સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે અનંત અંબાણીએ પીએમ મોદીના ચરણસ્પર્શ કર્યાં હતા અને આશીર્વાદ લીધા હતા. આ સાથે રાધિકા મર્ચન્ટના પિતાએ પણ પીએમ મોદીના ચરણસ્પર્શ કર્યાં હતા.
https://x.com/goLoko77/status/1812158706022306074
https://x.com/goLoko77/status/1812158706022306074
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
