<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

છેલ્લા 3-4 વર્ષમાં 8 કરોડ નવી નોકરીઓ સર્જાઈ: બેરોજગારી મુદ્દે વિપક્ષને પીએમ મોદીનો જવાબ

તેમણે કહ્યું કે આ આંકડાએ નોકરીઓ પર ફેક ન્યૂઝ ફેલાવનારાઓને ચૂપ કરી દીધા .

મુંબઈ :પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના અહેવાલ મુજબ, છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં દેશમાં આઠ કરોડ નવી નોકરીઓનું સર્જન થયું છે. જેણે બેરોજગારી અંગેના ખોટા સમાચાર ફેલાવનારાઓને ચૂપ કરી દીધા.

 પીએમ મોદી મુંબઈના ગોરેગાંવ ઉપનગરમાં રોડ, રેલ્વે અને પોર્ટ સેક્ટરમાં રૂ. 29,000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા બાદ એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. વડાપ્રધાને એમ પણ કહ્યું કે નાના અને મોટા રોકાણકારોએ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ના ત્રીજા કાર્યકાળનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું છે

  . તેમણે કહ્યું કે લોકો જાણે છે કે માત્ર એનડીએ સરકાર જ સ્થિરતા આપી શકે છે. આ દરમિયાન તેમણે વિપક્ષી પાર્ટીઓ પર પણ નિશાન સાધ્યું છે જેમણે લોકસભા ચૂંટણીમાં બેરોજગારીને મુદ્દો બનાવ્યો છે. તેમણે કહ્યું કે આ આંકડાએ નોકરીઓ પર ફેક ન્યૂઝ ફેલાવનારાઓને ચૂપ કરી દીધા છે.

   તેમણે કહ્યું કે કોરોના વાયરસની મહામારી હોવા છતાં છેલ્લા ચાર વર્ષમાં રેકોર્ડ સ્તરે રોજગારીનું સર્જન થયું છે. વડાપ્રધાને કહ્યું કે જેઓ ફેક ન્યૂઝ ફેલાવે છે. તેઓ દેશના રોકાણ, માળખાકીય વિકાસ અને પ્રગતિના દુશ્મન છે. તેમની દરેક નીતિ યુવાનોને છેતરવાની અને રોજગારી રોકવાની છે. હવે તેઓ ખુલ્લા પડી રહ્યા છે કારણ કે લોકો તેમના જુઠ્ઠાણાને નકારી રહ્યા છે. મહારાષ્ટ્રમાં NH ની લંબાઈ ત્રણ ગણી થઈ છે 

  તેમણે કહ્યું કે, 'દેશમાં કૌશલ્ય વિકાસ અને રોજગારની જરૂર છે અને અમારી સરકાર આ દિશામાં કામ કરી રહી છે.' PM મોદીએ કહ્યું કે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો સાથે કનેક્ટિવિટી વધારશે. જે મહિલાઓ માટે વધુ સારી સુવિધાઓ અને સુરક્ષા પણ સુનિશ્ચિત કરશે. વડાપ્રધાને કહ્યું કે મહાનગરમાં મેટ્રો રેલ નેટવર્ક ઝડપથી વિસ્તરી રહ્યું છે. તેમણે કહ્યું કે દસ વર્ષ પહેલા તે માત્ર આઠ કિલોમીટર હતું, જે હવે વધીને 80 કિલોમીટર થઈ ગયું છે, જ્યારે 200 કિલોમીટર પર કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ ત્રણ ગણી થઈ ગઈ છે. 

  પીએમ મોદીએ કહ્યું કે ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ શહેરના ઉત્તરીય ભાગમાં પૂર્વ-પશ્ચિમને જોડતા મુખ્ય માર્ગ તરીકે કામ કરશે. તેમણે કહ્યું કે પ્રકૃતિ સંરક્ષણ અને વિકાસ વચ્ચે સંતુલનનું આ એક સારું ઉદાહરણ છે. મુંબઈને વૈશ્વિક ફિનટેક કેપિટલ બનાવવું પડશે- મોદી વડાપ્રધાને કહ્યું કે થાણે અને બોરીવલીને જોડતી ટનલ બંને વિસ્તારો વચ્ચેનું અંતર મિનિટોમાં કાપશે.

 તેમણે કહ્યું કે મુંબઈ અને મહારાષ્ટ્રને રેલવેના કાયાકલ્પથી ફાયદો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને અજની-નાગપુરના પુનઃવિકાસનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. CSMT અને લોકમાન્ય તિલક ટર્મિનસ ખાતે નવા પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સાથે રેલવે 24 કોચવાળી ટ્રેન ચલાવી શકશે.

   વડા પ્રધાને કહ્યું કે કેન્દ્રએ પાલઘરના દહાણુમાં રૂ. 76,000 કરોડના ખર્ચે બાંધવામાં આવનાર વાધવન પોર્ટને પણ મંજૂરી આપી છે, જે 10 લાખ નોકરીઓનું સર્જન કરશે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રનો ભવ્ય ઈતિહાસ, મજબૂત વર્તમાન અને સમૃદ્ધ ભવિષ્યનું સ્વપ્ન છે

  તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જે વિકસિત ભારતમાં મહત્વની ભૂમિકા ધરાવે છે કારણ કે તેની પાસે ઉદ્યોગ, કૃષિ અને નાણા ક્ષેત્રની તાકાત છે. તેમણે કહ્યું, 'મારું લક્ષ્ય મહારાષ્ટ્રને વિશ્વની સૌથી મોટી નાણાકીય શક્તિ અને મુંબઈને વૈશ્વિક ફિનટેક કેપિટલ બનાવવાનું છે

(12:28 AM IST)