તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Sunday, 14th July 2024
દિલ્હીની એક અદાલતે 24 વર્ષીય હેન્સી ક્રોન્યેને સંડોવતા મેચ ફિક્સિંગ કેસમાં આરોપો ઘડયા
લંડનના બુકીએ મુખ્ય કાવતરાખોર જાહેર કર્યો હતો

નવી દિલ્હી :દિલ્હીની એક અદાલતે 24 વર્ષ જૂના ક્રિકેટ મેચ ફિક્સિંગ કેસમાં ચાર આરોપીઓ સામે છેતરપિંડી અને ગુનાહિત કાવતરું ઘડવાના આરોપો ઘડ્યા છે. આરોપીઓમાં લંડન સ્થિત બુકી અને મુખ્ય કાવતરાખોર સંજીવ ચાવલા અને ટી-સિરીઝના સ્થાપક ગુલશન કુમારના નાના ભાઈ અભિનેતા કૃષ્ણ કુમારનો સમાવેશ થાય છે.
આ મેચ ફિક્સિંગમાં દક્ષિણ આફ્રિકાનો તત્કાલીન કેપ્ટન હેન્સી ક્રોન્યે પણ સામેલ હતો. જેનું 2002માં પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું.
ટિયાલા હાઉસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના 68 પાનાના આદેશ બાદ હવે આ કેસમાં ટ્રાયલ શરૂ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ચાવલા અને કુમાર ઉપરાંત, જે આરોપીઓ વિરુદ્ધ કોર્ટે આરોપો ઘડ્યા છે તેમાં દિલ્હીના બુકીઓ રાજેશ કાલરા અને સુનીલ દારા ઉર્ફે બિટ્ટુના નામનો સમાવેશ થાય છે.
કોર્ટે કહ્યું કે 'ઘટનાઓનો ક્રમ, વાતચીતનો રેકોર્ડ, આચરણ અને આસપાસના સંજોગો ચાવલાએ હેન્સી ક્રોન્યે (મૃતક અને આરોપી) સાથે કરેલા સોદામાં કાલરા, કૃષ્ણ કુમાર અને દારાની મિલીભગતનો ખુલાસો કરે છે. આ દર્શાવે છે કે તેઓ આર્થિક લાભ માટે ક્રિકેટ મેચ ફિક્સિંગમાં સાથી હતા. કોર્ટે કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે 'ચાવલા મુખ્ય કાવતરાખોર અને માસ્ટરમાઇન્ડ છે, જેણે બુકીઓ વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરીને અને મેચ ફિક્સિંગમાં હેન્સી ક્રોન્યે સાથે મળીને સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી'.
વધુમાં, કોર્ટે જણાવ્યું હતું કે, સમગ્ર મેચ ફિક્સિંગ કૌભાંડ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન હેન્સી ક્રોન્યેની સક્રિય ભાગીદારી વિના શક્ય ન હોત, જેણે કિંગ્સ કમિશન ઑફ ઇન્ક્વાયરી સમક્ષ તેની ભૂમિકા અને સંડોવણી સ્વીકારી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે 'અન્ય તમામ આરોપીઓ સંજીવ ચાવલા અને એકબીજાના સતત સંપર્કમાં હતા અને મેચ ફિક્સ કરવાનું કાવતરું ઘડતા રહ્યા હતા
દક્ષિણ આફ્રિકાની સરકારે પોતાના દેશના ખેલાડીઓ પર લાગેલા મેચ ફિક્સિંગના આરોપોની તપાસ માટે કિંગ્સ કમિશનની નિમણૂક કરી હતી. આ ક્રિકેટ મેચ ફિક્સિંગ કાંડના સંબંધમાં દિલ્હી પોલીસે વર્ષ 2000માં કેસ નોંધ્યો હતો, જ્યારે તપાસ બાદ વર્ષ 2013માં 6 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસના મુખ્ય આરોપી ચાવલાને ફેબ્રુઆરી 2020માં ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો.
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
