<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

મુંબઇમાં આજે વહેલી સવારથી વરસાદઃ હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ

મુંબઇઃ મુંબઇમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારના થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ તથા સિંધુદુર્ગ જિલ્લામાં વરસાદેન લઇને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

મહત્વનું છે કે મુંબઇમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યામુજબ 24 કલાકમાં 61.69 મિલીમિટર વરસાદ વરસ્યો. જો કે હવામાન વિભાગ દ્વારા મુંબઇના દરિયામાં હાઇટાઇડની ચેતવણી આપવામાં આવી છે. મુંબઇમાં આજે સવારે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે એપીએમસી માર્કેટ, તુર્ભે માફ્કો, નવી મુંબઈ અને કિંગ્સ સર્કલ સહિતના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મુંબઈમાં આજે 'હાઈ ટાઈડ'ની ચેતવણી પણ આપવામાં આવી છે. આજે સાંજે 4:06 વાગ્યે દરિયામાં 3.87 મીટર સુધી મોજા ઉછળી શકે છે.

ભારે વરસાદથી ટ્રેન સેવા પ્રભાવિત

  • મુંબઈમાં ભારે વરસાદને કારણે લોકલ ટ્રેન અને મેલ એક્સપ્રેસ ટ્રેનો પ્રભાવિત થઈ છે.
  • મધ્ય રેલવેએ ટ્રેન નંબર 22119 CSMT-મડગાંવ તેજસ એક્સપ્રેસના ટ્રેનના સમયમાં ફેરફાર કર્યો છે. આ ટ્રેન 2 કલાક મોડી દોડશે.
  • આ ટ્રેન મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી સવારે 5:50 વાગ્યે ઉપડવાની હતી, પરંતુ હવે તે સવારે 7:50 વાગ્યે ઉપડી છે.
  • ટ્રેન નંબર 22113, LTT-KCVL સુપરફાસ્ટ એક્સપ્રેસનો સમય બદલવામાં આવ્યો છે.
  • આ ટ્રેન લોકમાન્ય તિલક ટર્મિનસથી સાંજે 4:45 કલાકે ઉપડે છે. હવે આ ટ્રેન 7 કલાકના વિલંબ સાથે 11:45 કલાકે ઉપડશે.

(12:22 PM IST)