તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Sunday, 14th July 2024
અનંત અંબાણીએ VIP મહેમાનોને આપી મોંઘેરી ગિફ્ટ: શાહરૂખ, સલમાન સહિતના 25 મિત્રને બે કરોડની 18 કેરેટ સોનાની રિસ્ટ વૉચ
દોઢથી બે કરોડ રૂપિયાની વચ્ચે આવતી ઓડેમર્સ પિગ્યુટ ઘડિયાળની વાત કરીએ તો રોઝ ગોલ્ડ ટોન સાથે ઈનર બેઝલ છે. આ સાથે તેમાં મેન્યુફેક્ચર કેલિબર 5134 સેલ્ફ વાઈન્ડિંગ મૂવમેન્ટ જોવા મળે છે

નવી દિલ્હીઃ હવે અનંત અંબાણીએ તેમના મિત્રોને આપેલી રિટર્ન ગિફ્ટને લઈને જાણીને તમે ચોંકી જશો. અનંતે પોતાના નજીકના મિત્રોને એક ખાસ ભેટ આપી છે, જેની કિંમત કરોડોમાં છે.
અંબાણી પરિવારના આ ભવ્ય લગ્ન સમારોહમાં દેશ અને દુનિયાની મોટી હસ્તીઓ હાજર રહી હતી. અનંત અંબાણીના લગ્રમાં બોલિવૂડ સ્ટાર્સથી લઈને ક્રિકેટર તેમજ અનેક જાણીતી હસ્તીઓએ ખૂબ મસ્તી કરી હતી. તો અનંત અંબાણીએ પણ તેમના 25 VIP મહેમાનોને રિટર્ન ગિફ્ટમાં રૂ. દોઢથી બે કરોડની 18 કેરેટ સોનાની રિસ્ટ વૉચ આપી છે, જે અંબાણી પરિવારે Audemars Piguet કંપની પાસે આ ઘડિયાળો ડિઝાઈન કરાવી હતી. આ દરેક ઘડિયાળની કિંમત રૂ. દોઢથી બે કરોડની વચ્ચે છે, જે 18 કેરેટ સોનાથી ડિઝાઈન કરાઈ છે.
અનંત અંબાણીના લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં VIP મહેમાનો મોંઘી Audemars Piguet રિસ્ટ વૉચ બતાવતા જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી એટલે કે વરરાજા તરફથી શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ, વીર પહાડિયા, મીઝાન જાફરી, શિખર પહાડિયા સહિત 25 નજીકના મિત્રોનો સામેલ થયા હતા, જેમને અનંત અંબાણીએ આ લક્ઝરી રિસ્ટ વૉચ ભેટમાં આપી છે.
અંબાણીના આ લગ્ન સમારોહમાં મહેમાનોને રિટર્ન ગિફ્ટ તરીકે ઓડેમર્સ પિગ્યુટ(Audemars Piguet) બ્રાન્ડની રોયલ ઓક પ્રીપેચ્યુલ કેલેન્ડર પ્રીમિયર વૉચ આપવામાં આવી હતી. આ એક લિમિટેડ એડિશન ઘડિયાળ છે. તેમાં 18 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘડિયાળની કિંમત આશરે 2 લાખ ડૉલર છે તેવો દાવો કરવામાં આવ્યો છે. જેની ભારતીય રૂપિયામાં કિંમત દોઢથી બે કરોડની વચ્ચે થાય છે. અનંતના મિત્રોની યાદીમાં સ્થાન ધરાવતાં ખાસ ખાસ 25 મહેમાનોને જ આ ગિફ્ટ આપવામાં આવી હતી. તેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો.
દોઢથી બે કરોડ રૂપિયાની વચ્ચે આવતી ઓડેમર્સ પિગ્યુટ ઘડિયાળની વાત કરીએ તો રોઝ ગોલ્ડ ટોન સાથે ઈનર બેઝલ છે. આ સાથે તેમાં મેન્યુફેક્ચર કેલિબર 5134 સેલ્ફ વાઈન્ડિંગ મૂવમેન્ટ જોવા મળે છે જેમાં તમને અઠવાડિયાના સંકેત, દિવસ, તારીખ, ખગોળશાસ્ત્રીય ચંદ્ર, મહિનો લીપ યર અને કલાકો તથા મીનિટ દર્શાવતું કેલેન્ડર પણ જોવા મળી જશે. 41 એમએમ અને 18 કેરેટ ગોલ્ડનો પિંક કેસ ધરાવતી આ ઘડિયામાં 9.5 એમએમનો મોટો નીલમ ક્રિસ્ટલ બેક અને સ્ક્રૂ લૉક ક્રાઉન પણ હોય છે. આ ઘડિયાળની વધુ એક વિશેષતા એ પણ છે કે તે વૉટરપ્રૂફ હોય છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
