News of Sunday, 14th July 2024
અનંત અંબાણીના લગ્નમાં પહોંચ્યા રાજકારણના દિગ્ગજ નેતાઓ ત્યારે ક્યાં હતા રાહુલ ગાંધી? જુઓ વાયરલ વિડિઓ
અનંત અંબાણીના લગ્નનો વીડિયો વાયરલ થયો બીજી બાજુ રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો

https://twitter.com/SatyamInsights/status/1812203816709763502
મુંબઈ : મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની લગ્નમાં દેશ-વિદેશની હસ્તિઓ પહોંચી હતી. રાજકારણ હોય કે મનોરંજન કે ખેલ, દરેક ક્ષેત્રના લોકો આ ગ્રાન્ડ લગ્નમાં જોવા મળ્યા. I.N.D.I.A. ગઠબંધનના નેતા પણ બાકાત ન હતા. RJD ચીફ લાલુ પ્રસાદ યાદવ હોય કે પછી SP ચીફ અખિલેશ યાદવ તમામ અનંત અંબાણીના લગ્નમાં પહોંચ્યા હતા. તો નવદંપતીને આશીર્વાદ આપવા વડાપ્રધાન મોદી પણ 13 જુલાઈએ પહોંચ્યા હતા. જો કે ગાંધી પરિવારે આ ફંકશનથી સંપૂર્ણપણે અંતર જાળવી રાખ્યું હતું. એક તરફ અનંત અંબાણીના લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે બીજી બાજુ રાહુલ ગાંધીનો પણ એક વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ વીડિયો કોઈ રેસ્ટોરાંનો છે જયાં રાહુલ ગાંધી બ્લૂ રંગની ટીશર્ટ પહેરીને બેઠો છે. તે પોતાના ટેબલની સામે બેઠેલી કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યાં છે. તો રેસ્ટોરાંમાં ઘણાં લોકો છે જેઓ પોતપોતાનામાં વ્યસ્ત છે. એક યૂઝરે વીડિયોને એક્સ પર શેર કરતા કહ્યું કે, જ્યારે તમામ રાજનેતા અંબાણી પરિવારના લગ્નમાં સામેલ થઈ રહ્યાં છે ત્યારે રાહુલ ગાંધી રેસ્ટોરાંમાં પિત્ઝા ઓર્ડર કરતા જોવા મળી રહ્યાં છે.
વડાપ્રધાન મોદી શનિવારે અનંત અને રાધિકાના શુભ આશીર્વાદ સેરેમનીમાં પહોંચ્યા હતા. આ સમારંભમાં મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત કરાયું હતું. આ પ્રસંગે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમનું સ્વાગત કર્યું અને સાથે મંચ સુધી લઈને ગયા હતા. અનંત અને રાધિકાએ વડાપ્રધાન મોદીના પગે લાગ્યા અને આશીર્વાદ લીધા હતા.
શનિવારે અંબાણી પરિવારના આ સમારંભમાં લાલુપ્રસાદ યાદવ સહિત અનેક રાજનેતા સામેલ થયા. જેમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ, નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર, શિવસેના (યૂબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, યૂપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવનું નામ પણ સામેલ છે.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
