<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

અનંત રાધિકાના લગ્નમાં કાશ્મીરી કારીગરોની ઝલક છલકી : વેડિંગકાર્ડથી લઇને આઉટફિટ સુધીમાં મહત્વની ભૂમિકા ભજવી

દુલ્હનનો લહેંગો હોય કે વરરાજાની શેરવાની કે પછી મોટા ભાઈ આકાશની પત્ની શ્લોકાનો આઉટફિટ.કાશ્મીરી કલાનો વૈભવ પથરાયો વેડિંગ કાર્ડની સાથે મહેમાનોને કાશ્મીરની પશ્મિના શાલ પણ ગિફ્ટમાં આપી

મુંબઈ :અનંત રાધિકાના લગ્નમાં કાશ્મીરી કારીગરોની ઝલક દેખાઈ હતી,દુલ્હનનો લહેંગો હોય કે વરરાજાની શેરવાની, તમામ વસ્તુમાં કાશ્મીરી કારીગરીની ઝલક જોવા મળી હતી. વેડિંગ કાર્ડની સાથે મહેમાનોને કાશ્મીરની પશ્મિના શાલ પણ ગિફ્ટમાં આપવામાં આવી હતી. આ કારણે થઇને કાશ્મીરમાં પણ લગ્નની ચર્ચા થઇ રહી છે.
અંબાણી પરિવારના આઉટફિટમાં કાશ્મીરી ભરતકામની ઝલક સુંદરતામાં વધુ વધારો કરી રહી હતી. પછી તે દુલ્હનનો લહેંગો હોય કે વરરાજાની શેરવાની કે પછી મોટા ભાઈ આકાશની પત્ની શ્લોકાનો આઉટફિટ. તે બધાના આઉટફિટમાં કાશ્મીરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે. એટલું જ નહીં, દરેક મહેમાન માટે વેડિંગ કાર્ડ બોક્સમાં ભેટ તરીકે કાશ્મીરી પશ્મિના શાલ પણ હતી. લગ્નમાં કાશ્મીરની હસ્તકલા જોઈને કારીગરોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.

નીતા અંબાણી નીતા મુકેશ નામનું ફાઉન્ડેશન ચલાવે છે. ફાઉન્ડેશન કાશ્મીર હસ્તકલા સહિત શિલ્પોને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યું છે. ભારતીય ડિઝાઇનર તરુણ તાહિલિયાની દ્વારા ડિઝાઇન કરાયેલ લહેંગા, કાશ્મીરી જામાવર થી પ્રેરિત હતો. વેડિંગ કાર્ડ બોક્સમાં એક પશ્મિના શાલ સાથે પ્રમાણપત્ર પણ હતું કે તે કાશ્મીરના કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા નીતા અંબાણી કાશ્મીરના પશ્મિના વણકરોને પણ મળી હતી અને તેમના કળાના વખાણ કર્યા હતા.
કાશ્મીરના પશ્મિના શાલના કારીગર અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ગુલામ રસુલ ખાને કહ્યું કે, અમારા માટે ગર્વની વાત છે કે દેશના સૌથી ધનિક પરિવારના લગ્નમાં આખી દુનિયાએ અમારી હસ્તકલા જોઈ. એનાથી ખબર પડે છે કે આપણું હેન્ડીક્રાફ્ટ કેટલું ખાસ છે.

કાની પશ્મિના જામાવર શાલ બનાવવા માટે પ્રખ્યાત ફારૂક અહેમદ મીર નામના કારીગર મોહમ્મદ મીરે કહ્યું કે, મેં એવું પણ સાંભળ્યું છે કે અંબાણી પરિવારના લગ્નમાં અમારી જામાવર શાલ ખાસ હતી. વર-કન્યાના ડ્રેસ કોડમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ સારી વાત છે કે આપણા વડીલોની સાથે આપણા યુવાનોને પણ આ સુંદર કાશ્મીરી વસ્ત્રો ગમે છે. અન્યથા આજના બાળકો મહત્વપૂર્ણ કાર્યોમાં પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત કપડાં પહેરે છે. અંબાણીની જેમ પરિવારમાં બીજા પણ ઘણા લોકો છે જે પરંપરાનું પાલન કરી રહ્યા છે.

(6:53 PM IST)