News of Sunday, 14th July 2024
પેટાચૂંટણીમાં મળેલી જીત પર કોંગ્રેસ ખૂબ જ ખુશ: પંજાબમાં 6 અઠવાડિયામાં જ જમીન સરકી ગઈ
જલંધર પશ્ચિમ વિધાનસભા પેટાચૂંટણીમાં પાર્ટી માત્ર હારી નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીથી પણ પાછળ રહી ગઈ

નવી દિલ્હી : સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં, ઈન્ડિયા બ્લોકનો ખૂબ જ મોટો હાથ રહ્યો છે. આમાંથી 10 બેઠકો પર વિપક્ષી ગઠબંધન જીત્યું છે. તેમાંથી કોંગ્રેસને ચાર બેઠકો મળતા તે ભારે ઉત્સાહિત છે. પરંતુ પંજાબમાં પાર્ટીના પગ નીચેથી જમીન સરકી ગઈ છે.
પંજાબમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના શાનદાર પ્રદર્શનના માત્ર છ સપ્તાહ બાદ યોજાયેલી જલંધર પશ્ચિમ વિધાનસભા પેટાચૂંટણીમાં પાર્ટી માત્ર હારી નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીથી પણ પાછળ રહી ગઈ છે.
સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો માટેના ચૂંટણી પરિણામોમાં, કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ઈન્ડિયા બ્લોક (પંજાબ અને બંગાળમાં કોઈ ગઠબંધન નથી) અને ખાસ કરીને કૉંગ્રેસના પ્રદર્શન પર કેટલા ગર્વ અનુભવે છે, તેમની એક પોસ્ટ પર પાસેથી જાણવા મળે છે. પેટાચૂંટણીના પરિણામો જોઈને રાહુલે લખ્યું હતું કે, "7 રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપ દ્વારા વણાયેલી 'ભય અને ભ્રમની જાળ તૂટી ગઈ છે."
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
