News of Sunday, 14th July 2024
ભારત ચેમ્પિયન્સે WCL 2024ની ફાઇનલમાં પાકિસ્તાન સામે તાકાત દેખાડી : 5 વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું
અંબાતી રાયડુએ 50 રનની શાનદાર ઈનિંગ રમી : યુસુફ પઠાણે 30 રન અને ગુરકીરત સિંહે 34 રન બનાવ્યા

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ફાઈનલ મેચમાં ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયન્સના કેપ્ટન યુનિસ ખાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન ચેમ્પિયન્સ કુલ 156 રન બનાવી શક્યું હતું. પાકિસ્તાન તરફથી શોએબ મલિકે સૌથી વધુ 41 રનની ઇનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું અને 5 વિકેટથી જીત મેળવી. ઈન્ડિયા ચેમ્પિયન્સ માટે અંબાતી રાયડુએ 50 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેમના સિવાય યુસુફ પઠાણે 30 રન અને ગુરકીરત સિંહે 34 રન બનાવ્યા હતા .
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 19.1 ઓવરમાં 5 વિકેટે 159 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી અંબાતી રાયડુએ સૌથી વધુ 50 રન બનાવ્યા હતા
. 157 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. ઉથપ્પા અને અંબાતી વચ્ચે પ્રથમ વિકેટ માટે 34 રનની ભાગીદારી થઈ હતી. સુરેશ રૈના માત્ર 4 રન બનાવી શક્યો હતો. આમિર યામિને એક જ ઓવરમાં બંને ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. અંબાતી રાયડુએ 30 બોલમાં 5 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા
ગુરકીરત સિંહે 33 બોલમાં 34 રનની ઇનિંગ રમી હતી. આ પછી યુસુફ પઠાણે 16 બોલમાં 30 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં તેણે ત્રણ સિક્સર અને એક ફોર ફટકારી હતી. કેપ્ટન યુવરાજ સિંહે 22 બોલમાં 15 રન બનાવ્યા હતા. ઈરફાન 5 રન બનાવીને અણનમ રહ્યો હતો. પાકિસ્તાન તરફથી આમિરે બે, અજમલ, રિયાઝ અને શોએબને 1-1 વિકેટ મળી હતી.
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા. શોએબ મલિકે સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. ભારત તરફથી અનુરીત સિંહે ત્રણ વિકેટ ઝડપી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમનો ઓપનર શરજીલ ખાન 10 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. બીજી ઓવરમાં જ પેવેલિયન પરત ફર્યો હતો. મકસૂદે 12 બોલમાં 21 રન બનાવ્યા હતા. કામરાન અકમલ 19 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન યુનિસ ખાન 11 બોલમાં માત્ર સાત રન બનાવી શક્યો હતો.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
