<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

રોહિત શર્મા અને કોહલીએ કેમ અનંત અંબાણીના લગ્નમાં હાજરી ના આપી ? જાણો સૌથી મોટું કારણ

Jio વર્લ્ડ સેન્ટરમાં ધોનીથી લઈને સચિન તેંડુલકર જેવા સ્ટાર્સે પણ હાજરી આપી પરંતુ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતનાર રોહિત-વિરાટ હાજર રહ્યા ન હતા.

મુંબઈ :વિશ્વના સૌથી ધનિકોમાંના એક મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં થયા હતા. આ ઈવેન્ટમાં દેશ અને દુનિયાના ફિલ્મ સ્ટાર્સથી લઈને ખેલ જગતના પ્રખ્યાત લોકો સામેલ થયા હતા. આ સમારોહમાં દેશના રાજકારણીઓથી લઈને બોલિવૂડ સ્ટાર્સ અને સ્પોર્ટ્સ સ્ટાર્સે હાજરી આપી હતી પરંતુ રોહિત શર્મા અને વિરાટ કોહલી લગ્નમાં આવ્યા ન હતા. ધોનીથી લઈને સચિન તેંડુલકર જેવા સ્ટાર્સ પણ Jio વર્લ્ડ સેન્ટર પહોંચ્યા હતા પરંતુ તાજેતરમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતનાર રોહિત-વિરાટ હાજર રહ્યા ન હતા.

  જો ક્રિકેટ જગતના સ્ટાર્સની વાત કરીએ તો સચિન તેંડુલકર, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, કૃણાલ પંડ્યા, ઈશાન કિશન અને યુઝવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જોકે, વર્તમાન ભારતીય ક્રિકેટ ટીમના બે મોટા નામ રોહિત શર્મા અને વિરાટ કોહલી આ સમારોહમાં હાજર રહ્યા ન હતા. બંને ક્રિકેટર હાલ લંડનમાં છે. રોહિત અને વિરાટ રજાઓ મનાવી રહ્યા છે અને તેથી રાધિકા-અનંતના લગ્નમાં હાજરી આપી શક્યા નથી. 

  રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહેવા જઈ રહ્યા છે. બંનેએ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે અને તેઓ માત્ર વનડે અને ટેસ્ટ મેચ રમશે. ભારતીય ટીમ શ્રીલંકા સામે વનડે મેચ રમશે પરંતુ બંને આ પ્રવાસમાં પણ ઉપલબ્ધ રહેશે નહીં. આવી સ્થિતિમાં બંને સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે.

(8:39 PM IST)