News of Sunday, 14th July 2024
યુપીના 22 જિલ્લાના 1476 ગામો પૂરથી પ્રભાવિત થયા : નદીઓ ખતરાના નિશાનને પાર વહી રહી છે.
પૂર પ્રભાવિત જિલ્લાઓમાં 1145 મેડિકલ ટીમો બનાવાઈ :ત્યાર સુધીમાં 1829 પૂર રાહત કેમ્પ, 1476 ફ્લડ પોસ્ટ અને 1145 મેડિકલ ટીમોની રચના/ સ્થાપના

ઉત્તર પ્રદેશમાં રામગંગા, રાપ્તી અને ઘાઘરા સહિત અનેક નદીઓના વહેણને કારણે 22 જિલ્લાના લગભગ 1500 ગામો પૂરથી પ્રભાવિત છે અને છેલ્લા 24 કલાક દરમિયાન કુદરતી આફતોમાં 5 લોકોના મોત થયા છે. રાજ્ય પ્રશાસને આ માહિતી આપી હતી .
રાજ્યના રાહત કમિશનર જીએસ નવીન કુમારે રવિવારે કહ્યું કે રામગંગા, કુન્હરા, રાપ્તી, ઘાઘરા, બુધી રાપ્તી, રોહિન અને કવાનો નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
તેમણે માહિતી આપી હતી કે ઉત્તર પ્રદેશના 22 જિલ્લા - લખીમપુર ખેરી, બલરામપુર, કુશીનગર, શાહજહાંપુર, બારાબંકી, સીતાપુર, ગોંડા, સિદ્ધાર્થનગર, બલિયા, ગોરખપુર, બરેલી, આઝમગઢ, હરદોઈ, અયોધ્યા, બહરાઈચ, બદાઉન, ફરુખાબાદ, બસ્તી, દેઓર પીલીભીત અને શ્રાવસ્તીના 1476 ગામો પૂરથી પ્રભાવિત છે.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
