News of Monday, 15th July 2024
શાહરૂખ, સલમાન સહિતના ૨૫ મિત્રને બે કરોડની ૧૮ કેરેટ સોનાની રિસ્ટ વોચ
અનંત અંબાણીએ VIP મહેમાનોને આપી મોંઘેરી રિટર્ન ગિફટ

મુંબઇ,તા. ૧૫: બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ૧૨ જુલાઈના રોજ લાંબા સમયથી ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન ગ્રંથિમાં જોડાઈ ગયા છે. જો કે ભારતના આ મોંઘેરા લગ્ન સોશિયલ મીડિયા તેમજ લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. તેવામાં હવે અનંત અંબાણીએ તેમના મિત્રોને આપેલી રિટર્ન ગિફટને લઈને એક લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે, જેના વિશે જાણીને તમે ચોંકી જશો. અનંતે પોતાના નજીકના મિત્રોને એક ખાસ ભેટ આપી છે, જેની કિંમત કરોડોમાં છે.
અંબાણી પરિવારના આ ભવ્ય લગ્ન સમારોહમાં દેશ અને દુનિયાની મોટી હસ્તીઓ હાજર રહી હતી. અનંત અંબાણીના લગ્રમાં બોલિવૂડ સ્ટાર્સથી લઈને ક્રિકેટર તેમજ અનેક જાણીતી હસ્તીઓએ ખૂબ મસ્તી કરી હતી. તો અનંત અંબાણીએ પણ તેમના ૨૫ VIP મહેમાનોને રિટર્ન ગિફટમાં રૂ. દોઢથી બે કરોડની ૧૮ કેરેટ સોનાની રિસ્ટ વોચ આપી છે, જે અંબાણી પરિવારે Audemars Piguet કંપની પાસે આ ઘડિયાળો ડિઝાઈન કરાવી હતી. આ દરેક ઘડિયાળની કિંમત રૂ. દોઢથી બે કરોડની વચ્ચે છે, જે ૧૮ કેરેટ સોનાથી ડિઝાઈન કરાઈ છે.
અનંત અંબાણીના લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં VIP મહેમાનો મોંઘી Audemars Piguet રિસ્ટ વોચ બતાવતા જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી એટલે કે વરરાજા તરફથી શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ, વીર પહાડિયા, મીઝાન જાફરી, શિખર પહાડિયા સહિત ૨૫ નજીકના મિત્રોનો સામેલ થયા હતા, જેમને અનંત અંબાણીએ આ લક્ઝરી રિસ્ટ વોચ ભેટમાં આપી છે.
અંબાણીના આ લગ્ન સમારોહમાં મહેમાનોને રિટર્ન ગિફટ તરીકે ઓડેમર્સ પિજોટ બ્રાન્ડની રોયલ ઓક પ્રીપેચ્યુલ કેલેન્ડર પ્રીમિયર વોચ આપવામાં આવી હતી. આ એક લિમિટેડ એડિશન ઘડિયાળ છે. તેમાં ૧૮ કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘડિયાળની કિંમત આશરે ૨ લાખ ડોલર છે તેવો દાવો કરવામાં આવ્યો છે. જેની ભારતીય રૂપિયામાં કિંમત દોઢથી બે કરોડની વચ્ચે થાય છે. અનંતના મિત્રોની યાદીમાં સ્થાન ધરાવતાં ખાસ ખાસ ૨૫ મહેમાનોને જ આ ગિફટ આપવામાં આવી હતી. તેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો.
દોઢથી બે કરોડ રૂપિયાની વચ્ચે આવતી ઓડેમર્સ પિગ્યુટ ઘડિયાળની વાત કરીએ તેનું ડાયલ રોઝ ગોલ્ડ ટોન ધરાવે છે. તેમાં કેલિબર ૫૧૩૪ સેલ્ફ વાઈન્ડિંગ મૂવમેન્ટ છે. આ સાથે તેમાં અઠવાડિયાના સંકેત, દિવસ, તારીખ, ખગોળશાષાીય ચંદ્ર, મહિના, લીપ યર અને કલાકો તથા મિનિટ દર્શાવતું કેલેન્ડર પણ જોવા મળે છે. ૪૧ એમએમ અને ૧૮ કેરેટ ગોલ્ડનો પિંક કેસ ધરાવતી આ ઘડિયાળમાં ૯.૫ એમએમનું નીલમ ક્રિસ્ટલ બેક અને સ્ક્રૂ લોક ક્રાઉન પણ છે. આ ઘડિયાળની વધુ એક વિશેષતા એ પણ છે કે તે વોટરપ્રૂફ છે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
