<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

અડધા ડોકટરો લખે છે અધૂરા પ્રિસ્‍ક્રીપ્‍શનઃ આઇસીએમઆરનો સર્વે

એક વર્ષ પછી પણ શરૂ નથી થયું કોમ્‍પ્‍યુટરાઇઝડ પ્રિસ્‍ક્રીપ્‍શન ફોર્મ્‍યુલાના નામથી માંડીને ડોઝમાં પણ લોચા

ભોપાલ : દર સોમાંથી ૪પ ડોકટરો દર્દીઓને અધુરા પ્રિસ્‍ક્રીપ્‍શન લખી રહ્યા છે. સરકારી હોસ્‍પીટલોમાં ઉતાવળે લખાયેલ પ્રિસ્‍ક્રીપ્‍શનોમાં ભૂલથી માંડીને અધુરી માહિતીઓ હોય છે. આ ખુલાસો આઇસીએમઆર ના સર્વેમાં થયો છે. જેમાં એમ્‍સ ભોપાલ સહિત ૧૩ હોસ્‍પીટલોને સામેલ કરાઇ હતાં. તેમાં જાણવા મળ્‍યું કે ૪પ ટકા ડોકટરો અધૂરા પ્રિસ્‍ક્રીપ્‍શનો લખેલ છે.

પત્રિકા દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી. જેમાં શહેરની ખાનગી હોસ્‍પીટલોમાં પણ આવી જ સ્‍થિતિ જોવા મળી હતી. અહીંની હમીદીયા હોસ્‍પીટલના ૩ વિભાગના ૭ પ્રિસ્‍ક્રીપ્‍શનોમાંથી માત્ર ૩ માં જ દર્દીને સ્‍પષ્‍ટ અને કેપીટલ લેટરમાં સંપૂર્ણ પ્રિસ્‍ક્રીપ્‍શન લખાયેલું હતું.

પ્રિસ્‍ક્રીપ્‍શનમાં શું શું લખેલું હોવું જોઇએ

સાચી રીત એ છે કે પહેલા દર્દીની હિસ્‍ટ્રીક લખવી જોઇએ, સાથે જ તેને કઇ બિમારી છે એ પણ સ્‍પષ્‍ટ લખેલું હોવુ જોઇએ. આવા પાંચ પોઇંટ છે જે ડોકટરોને શીખવાડવામાં આવે છે. તેમાં પ્રોવીઝનલ ડાયોગ્નોસીસ પણ લખવું જોઇએ. કમનસીબે, ડોકટરો પ્રેકટીસ દરમ્‍યાન આનું પાલન નથી કરતા. સરકારી ડોકટરો આગળ દર્દીઓની લાંબી લાઇનો હોય છે. એટલે ઘણી વાર તેઓ સમય બચાવવા અધૂરા પ્રિસ્‍ક્રીપ્‍શનો લખે છે. જો કે સ્‍પષ્‍ટ પ્રિસ્‍ક્રીપ્‍શન લખવું જરૂરી છે.

(3:23 PM IST)