News of Monday, 15th July 2024
સ્પેસ એકસનો રોકેટ ખોટી ભ્રમણ કક્ષામાં મુકતા ૨૦ ઉપગ્રહો વાયુમંડળમાં બળીને નષ્ટ થશે
એલન મસ્કની કંપની છે સ્પેસ એકસ

વોશીંગ્ટનઃ એલ મસ્કની કંપની સ્પેસ એકસનું તાજેતરનું રોકેટ લોંચીંગ નિષ્ફળ ગયું છે. કંપનીએ તેની પુષ્ટિ કરી છે કે તેના ૨૦ નવા સ્ટારલીંક ઉપગ્રહો પૃથ્વી પર પડવાના છે. કંપનીનું ફાલ્કન-૯ રોકેટ લોંચ કરતી વખતે બીજા તબકકાનું એન્જીન બરાબર કામ ના કરી શકયું તેના કારણે આ ઉપગ્રહો નીચેની ભ્રમણ કક્ષામાં સ્થાપિત થઇ ગયા હતા.
સ્પેસ એકસની ટીમે ૧૦ સેટેલાઇટને ઉપર લેવાના પ્રયત્નો કર્યા પણતે એટલા નીચે આવી ચૂકયા છે કે તેને ઉપર ઉઠાવવા મુશ્કેલ છે. આ ઉપગ્રહો ધીમે ધીમે વાયુમંડળમાં પ્રવેશ્યા પછી બળીને નષ્ટ થઇ જશે. તેનાથી અન્ય કોઇ ઉપગ્રહ અથવા પૃથ્વીના લોકોને કોઇ જોખમ નથી.
ફાલ્કન-ઇ રોકેટ ગુરૂવારે કેલીફોર્નીયાથી લોંચ થયું હતું પણ થોડી મીનીટો પછી તેના ઉપરના તબકકાના એન્જીનમાં ખરાબી આવી હતી. સ્પેસ એકસે આનુ કારણ લીકવીડ ઓકસીજનનું લીકેજ હોવાનું જણાવ્યું હતું.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
