News of Monday, 15th July 2024
મનાઈ કર્યા છતાં વોટરફોલમાં ધુબાકા મારવા નીકળેલા લોકોનાં કપડાં પોલીસે જપ્ત કરી લીધાં

બેંગ્લોર, તા.૧૫: જેમ ગોપીઓને ચીડવવા માટે નટખટ કાનુડાએ નાહતી ગોપીઓનાં કપડાં ચોરી લીધેલાં એવું જ કંઈક કર્ણાટક પોલીસે નિયમો ન માનનારા સહેલાણીઓ સાથે કર્યું. ચિકમગલુર પાસેના એક નયનરમ્ય વૉટરફૉલ પાસે એક હદથી વધુ અંદર જવા પર પ્રતિબંધ છે છતાં કેટલાક મિત્રોનું ગ્રુપ વોર્નિગ સાઇન પાર કરીને ધોધની નજીક જતું રહ્યું હતું.
પોલીસે ત્યાં આવીને લોકોને ત્યાંથી વોર્નિગ આપીને નીકળી જવા સમજાવ્યું, પણ મિત્રો ટસના મસ ન થયા એટલે પોલીસે ખડક પર પડેલાં તેમનાં કોરાં કપડાંનો ઢગલો ઉપાડ્યો અને પોતાની જીપમાં મૂકી દીધો. બસ, એ પછી તરત એ યુવક-યુવતીઓ બહાર દોડી આવ્યાં અને કપડાં પાછાં આપવા માટે વિનવણી કરવા લાગ્યાં. સોશ્યલ મીડિયા એક્સ પર આ ઘટના માટે લોકોએ કર્ણાટક પોલીસની પીઠ થાબડી હતી.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
