News of Monday, 15th July 2024
પાદરી બ્રાન્ડોન બિગ્સે ટ્રમ્પ ઉપર હુમલાની ૩ માસ પહેલા જ કરી હતી ભવિષ્યવાણી : વિડીયો વાયરલ

ન્યુયોર્ક, તા.૧૫: અમેરિકાના પેન્સિલવેનિયામાં પૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર થયો હતો. ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે ટ્રમ્પ પર થયેલા હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક પાદરીએ આ ઘટનાની ૩ મહિના પહેલા જ ભવિષ્યવાણી કરી હતી.
પૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ સોશિયલ મીડિયા પર ઘણાં યુઝર્સે પાદરીની ભવિષ્યવાણીનો વીડિયો શેર કરી રહ્યા છે. આ ભવિષ્યવાણી કરનારા પાદરીનું નામ બ્રાન્ડોન બિગ્સ છે. તેમનું કહેવું છે કે, ભગવાને મને એવી ઘણી ઘટનાઓ વિશે જણાવ્યું છે જે ટૂંક સમયમાં અમેરિકામાં થવા જઈ રહી છે. મે ટ્રમ્પ પર જીવલેણ હુમલો જોયો છે, મેં તેમના કાનમાં ગોળી વીંધતી જોઈ છે. મેં એ પણ જોયું કે આ દરમિયાન તે જમીન પર પડી ગયા અને ભગવાનને યાદ કરવા લાગ્યા. મેં તેમને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતતા પણ જોયા છે.
અમેરિકામાં મંદીને લઈને બ્રાન્ડોન બિગ્સે ભવિષ્યવાણી કરતા જણાવ્યું હતું કે, ‘પ્રમુખની ચૂંટણી બાદ અમેરિકમાં મંદી પણ જોઈ છે, જે દેશના ઈતિહાસની સૌથી ખરાબ મંદી હશે. ભગવાને કહ્યું છે કે આ સમય બહુ ખરાબ જવાનો છે. શું ‘ધ સિમ્પસન્સ'એ ટ્રમ્પના હત્યાના પ્રયાસની આગાહી કરી હતી ?
ઉલ્લેખનીય છે કે, ‘ધ સિમ્પસન્સ'ના ૨૦૧૫માં પ્રસારિત થયેલા એક એપિસોડમાં એવું દેખાડાયું હતું કે ટ્રમ્પ જેવો દેખાતો એક માણસ સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યો છે, ત્યારે એના પર ગોળી છોડવામાં આવે છે. એ સીનના બેકગ્રાઉન્ડમાં ‘ટ્રમ્પ ૨૦૨૪' લખેલું બેનર પણ દેખાય છે, જે વર્તમાન વર્ષ સાથે મેળ ખાય છે. એ પછી ટ્રમ્પ એક શબપેટીમાં આંખ બંધ કરીને પડેલા દેખાય છે. એક એવું દ્રશ્ય જે તાજેતરમાં હકીકત બનતાં રહી ગયું.(
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
