<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

શું ઈમરાન ખાનની રાજકીય ઈનિંગ પર લાગશે પૂર્ણવિરામ ?: પાકિસ્તાન સરકાર દ્વારા તેમની પાર્ટી પર પ્રતિબંધની તૈયારી

પાકિસ્તાનના સૂચના મંત્રીએ કહ્યું કે જો દેશે સાચી દિશામાં આગળ વધવું હોય તો પીટીઆઈનું અસ્તિત્વ ખતમ કરવું જરૂરી:અમે માનીએ છીએ કે પીટીઆઈ પર પ્રતિબંધ મૂકવા માટે વિશ્વસનીય પુરાવા છે

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. શેહબાઝ શરીફના નેતૃત્વ હેઠળની પાકિસ્તાન સરકારે જેલમાં બંધ ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. માહિતી મંત્રીએ ખુદ આ માહિતી આપી હતી.

 સૂચના મંત્રી અત્તા તરારે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સરકાર ઈમરાન ખાનની પીટીઆઈ પાર્ટી પર પ્રતિબંધ લગાવવા જઈ રહી છે. પાકિસ્તાન સરકારે પીટીઆઈ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવશે

  માહિતી મંત્રીએ કહ્યું કે જો દેશને સાચી દિશામાં આગળ વધવું હશે તો પીટીઆઈનું અસ્તિત્વ ખતમ કરવું જરૂરી છે. 9 મેના રમખાણો, વિદેશી ભંડોળ અને સાયફર કેસને ધ્યાનમાં રાખીને, અમે માનીએ છીએ કે એવા વિશ્વસનીય પુરાવા છે જેના આધારે પીટીઆઈ પર પ્રતિબંધ મૂકી શકાય છે.

  તેમણે કહ્યું કે પીટીઆઈની દેશ વિરોધી ગતિવિધિઓને કારણે તેના પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ઈમરાન ખાને પોતાની રાજકીય ઈચ્છાઓ માટે દેશના રાજદ્વારી સંબંધોને બગાડવાનો પ્રયાસ કર્યો. તેમની સામે વિદેશી ભંડોળનો કેસ દાખલ કરવામાં આવ્યો છે, તેમની સામે 9 મેના રમખાણોનો કેસ સાબિત થયો છે. અન્ય ઘણા કેસ છે જેમાં તે દોષિત છે. આ તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે

(7:05 PM IST)