News of Monday, 15th July 2024
ડોડામાં સુરક્ષાદળોએ ફરી આતંકીઓને ઘેરી લીધા : છેલ્લી અડધા કલાકથી ભારે ગોળીબાર ચાલુ
ડીસા ગામના ઉરાદબાગી વિસ્તારમાં ગોળીબારી ચાલુ : વધુ સુરક્ષા દળોને પણ સ્થળ પર મોકલાયા

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓએ પોતાના મોતને આમંત્રણ આપ્યું છે. ડોડામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ફરી એન્કાઉન્ટર શરૂ થયું છે. સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા છે અને 30 મિનિટથી વધુ સમય સુધી બંને તરફથી ભારે ગોળીબાર ચાલી રહ્યો છે. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે આ એન્કાઉન્ટર ડીસા ગામના ઉરાદબાગી વિસ્તારમાં થઈ રહ્યું છે. વધુ સુરક્ષા દળોને પણ સ્થળ પર મોકલવામાં આવી રહ્યા છે.
આ પહેલા સોમવારે સુરક્ષા દળોએ ડોડા અને રિયાસી જિલ્લામાં કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના જવાનો દ્વારા સોમવારે વહેલી સવારે જમ્મુના અખનૂર સેક્ટરમાં લોઅર ઘરોટા, થાથી અને આસપાસના વિસ્તારોમાં એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે એક ગ્રામીણે ત્રણ લોકોની શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ કરી હતી. આ ઓપરેશન 2 કલાકથી વધુ સમય સુધી હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
