<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th July 2024

ડોડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ: એક સૈનિક શહીદ:ત્રણ ઘાયલ

ડોડાથી 30 કિલોમીટર દૂર ગામ કોટીના શિયા ધાર ચૌંધ માતા વિસ્તારમાં આતંકવાદીઓની માહિતી મળ્યા બાદ સેનાએ વિસ્તારને કોર્ડન કરી લીધો

જમ્મુના ડોડામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. ડોડાથી 30 કિલોમીટર દૂર ગામ કોટીના શિયા ધાર ચૌંધ માતા વિસ્તારમાં આતંકવાદીઓની માહિતી મળ્યા બાદ સેનાએ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો, ત્યારબાદ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો છે જ્યારે ત્રણ ઘાયલ હોવાનું કહેવાય છે

  આતંકવાદીઓ જમ્મુ ડિવિઝનને સતત નિશાન બનાવી રહ્યા છે. ડોડાના દેસા વિસ્તારના જંગલમાં સોમવારે સાંજે થયેલા એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો હતો. જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા. જો કે, અધિકારીઓએ સૈનિકના બલિદાનની પુષ્ટિ કરી નથી.  

    અધિકારીએ કહ્યું કે બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે. છેલ્લા 35 દિવસમાં ડોડા વિસ્તારમાં આ ચોથી એન્કાઉન્ટર છે

, સોમવારે જમ્મુ અને કઠુઆ જિલ્લામાં પણ શંકાસ્પદ જોવા મળ્યા હતા. જે બાદ સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

  ડોડામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. બીજી તરફ રિયાસીમાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ આતંકીઓના એક ઠેકાણાને શોધી કાઢીને નષ્ટ કરી દીધા હતા. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોને ડોડાના જંગલમાં આતંકવાદીઓના એક જૂથની છુપાઈ હોવાની માહિતી મળી હતી. તેના પર જમ્મુ-કાશ્મીર પોલીસની સ્પેશિયલ સ્ક્વોડ (SOG) અને સેનાના જવાનોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

(1:13 AM IST)