News of Tuesday, 16th July 2024
સાવધાન : મુંબઈ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા: અનેક વિસ્તારોમાં એલર્ટ
રાયગઢ માટે રેડ એલર્ટ અને મુંબઈ, થાણે, પાલઘર, રત્નાગિરી, સિંધુદુર્ગ, પુણે, સતાર અને કોલ્હાપુર માટે ઓરેન્જ એલર્ટ જાહેર

મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેમાં હાલ કોઈ રાહતની શક્યતા નથી. ભારતીય હવામાન વિભાગે મંગળવારે મુંબઈ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. IMDએ 16 જુલાઈએ રાયગઢ માટે રેડ એલર્ટ અને મુંબઈ, થાણે, પાલઘર, રત્નાગિરી, સિંધુદુર્ગ, પુણે, સતાર અને કોલ્હાપુર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાંક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેનાથી વિભિન્ન શહેરોમાં પૂર જેવી સ્થિતિ બની ગઈ છે. એવામાં લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિનો સામનો કરી રહ્યાં છે. રવિવારે થાણેના ભિવંડી વિસ્તારમાં કામવારી નદી બે કાંઠે છે જેના કારણે કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. સતત વરસાદને કારણે નદીના જળસ્તર વધી ગયા છે. આ કારણે ભિવંડીમાં કામવારી નદીની પાસે સુલ્તાનિયા ગલી ઝુંપડપટ્ટી વિસ્તારમાં ઘુંટણી સુધી પાણી ભરાઈ ગયા છે જેના કારમએ લોકોને પોતાના ઘરોથી વિસ્થાપિત થવું પડ્યું છે. એવામાં મંગળવારે હજુ ભારે વરસાદની શક્યતા છે ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકોની ચિંતા વધી શકે છે.
મરાઠાવાડ ક્ષેત્રના 6 જિલ્લામાં લગભગ એક સપ્તાહ પછી રવિવાર સાંજથી સોમવાર સુધી સામાન્ય વરસાદ પડ્યો. 8 જિલ્લામાં સરેરાશ 17.1 મિમી વરસાદ નોંધાયો. 1 જૂનથી અત્યાર સુધીમાં આ વિસ્તારમાં 283 મિમી વરસાદ નોંધાયો છે. નાંદેડ અને પરભણી જિલ્લાને છોડીને જિલ્લામાં મધ્યમ વરસાદ નોંધાયો છે. રિપોર્ટ મુજબ છેલ્લા 24 કલાકમાં છત્રપતિ સંભાજીનગરમાં 32.4 મિમી, બીડમાં 27.6 મિમી, ધારાશિવમાં 22.6 મિમી, લાતુરમાં 17.6 મિમી, જાલનામાં 17.3 મિમી, હિંગોલીમાં 10.5 મિમી, પરભણીમાં 3.3 મિમી અને નાંદેડમાં 2.5 મિમી વરસાદ નોંધાયો છે.
(1:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
